યુવાનોમાં રસી લેવા તરવરાટ:પાટણમાં બીજા દિવસે ગણતરીની મિનિટોમાં 800 સ્લોટ બુક થતાં રજીસ્ટ્રેશન બંધ થઈ ગયું

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવાનોમાં રસી લેવા તરવરાટ : પાંચ વાગ્યે રજીસ્ટ્રેશન શરૂ થતાં નોંધણી કરાઈ
  • ચારથી પાંચ વાર પ્રયાસ કરવાથી રસી માટે મેળ પડ્યો, પાટણ શહેરના ચાર સેન્ટર પર રસીકરણ

પાટણમાં યુવાવર્ગ રસી લેવા ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આતુર બન્યો છે. શનિવારે બીજા દિવસે ફક્ત 18થી 20 મિનિટમાં જ 800 લોકોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થતાં બુકીંગ બંધ થઇ ગયું હતું. કેટલાકે ચાર પાંચ વાર પ્રયાસ છતાં રજીસ્ટ્રેશન ન થતા લોકોમાં નિરાશા જોવા મળી હતી.

પાટણમાં 18 થી 44 વર્ષના લોકોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ જ વેક્સિનેશન થઇ શકતું હોઈ યુવાવર્ગ સહીત લોકો મોબાઈલમાં સાંજે 5 વાગ્યા બાદ રજીસ્ટ્રેશન માટે ગોથે ચડ્યા હતા. પરંતુ રસી માટે રજીસ્ટેશન કરવા માટે સોફ્ટવેરમાં પડાપડી હોય ગણતરીની મિનિટમાં શહેરમાં 4 સેન્ટરો પર 800 સ્લોટનું બુકીંગ પૂર્ણ થતાં રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ જાય છે. જેથી વહેલા તે પહેલાની સિસ્ટમ હોઈ પાંચ વાગ્યાની લોકો રાહ જોઈને બેસે છે. રજીસ્ટ્રેશન ખુલતા જ લોકો બુકીંગ માટેના પ્રયાસ શરૂ કરે છે. ચારથી પાંચ વાર પ્રયાસ બાદ માંડ મેળ પડે છે.

તો 90 ટકા લોકોને એજ દિવસે રજીસ્ટ્રેશન થતું ન હોઈ નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. પ્રિયા સથવારાએ જણાવ્યું હતું કે પાંચ વાગ્યાથી મોબાઈલ લઈે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે પ્રયાસ કરું છું.ઓપન થાય છે. પણ ખબર નહીં રજીસ્ટ્રેશન થતું નથી.

રસી લેવા ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે પડાપડી
સની પ્રજાપતિએ જણાવ્યું હતું કે હું કાલનો પ્રયાસ કરું છે. આજે બીજા દિવસે 5: 22 મિનિટે રજીસ્ટ્રેશન માટે લિંક ખુલી તો રજીસ્ટ્રેશન આઉટ ઓફ જ બોલતું હતું. હવે ફરી કાલે વહેલા રજીસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કરીશ.

અન્ય સમાચારો પણ છે...