બેઠક:પાટણ પાલિકાના નવા સી.ઓ.એ અધિકારીઓ સાથે ઓવરબ્રિજ અંગે ચર્ચા કરી

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી.ઓ. પંકજભાઈ બારોટે વિકાસ કામોની સમીક્ષા ચર્ચા કરી

પાટણ નગરપાલિકાનાં નવા ચીફઓફિસર તરીકે નિયુક્ત થયેલા થરાદનાં સી.ઓ. પંકજભાઈ બારોટે પાટણ ખાતે આવીને ચાર્જ સંભાળ્યો હતો. નવા સી.ઓ. પંકજ બારોટે નગરપાલિકાનાં વિવિધ શાખાધિકારીઓ સાથે વહીવટી બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન અધિકારીઓએ તેમને પાટણમાં ચાલતા વિકાસ કામો અને યોજનાઓથી વાકેફ કર્યા હતા.

ખાસ કરીને તેઓ સમક્ષ પાટણની ટાઉનપ્લાનિંગ સ્કીમ નં. 2, પાટણનાં યુનિવર્સિટી રોડ પરનાં રેલ્વે ઓવરબ્રિજ અંગે તાજેતરમાં કલેક્ટર સાથે થયેલી બેઠકો અને શહેરની અન્ય બાબતો અંગે જાણકારી મેળવીને તેનાથી વાકેફ થઇને ઓવરબ્રીજ તથા ટી.પી.ટુ જરૂરી સૂચનો કર્યા હતાં.

આ પ્રસંગે ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ જયભાઇ રામી, પબ્લિક હેલ્થ એન્જિનીયર કિર્તીભાઇ પટેલ, સીટી એન્જિનીયર મણીભાઇ પટેલ, સર્વે વિભાગનાં દિનેશભાઇ પટેલ અને હર્ષિતભાઇ પટેલ, બાંધકામ શાખાનાં રજનીભાઇ પટેલ સહિત અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...