• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The National President Of BJP Said 'Considering The Development Works Done In Gujarat, BJP Government Will Be Formed Here Again'.

ચાણસ્મા જે.પી. નડ્ડાની સભા:ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું- 'ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને અહિંયા પુનઃ ભાજપની સરકાર બનશે'

પાટણ6 દિવસ પહેલા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની જંગી જાહેર સભા મંગળવાર ના રોજ પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોરના સમર્થનમાં ચાણસ્માના સરદાર ચોકમાં વિશાળ જનમેદની વચ્ચે યોજવામાં આવી હતી.

જે.પી.નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, મેધા પાટકર સાથેની આ નવી દોસ્તી શું છે? જરાક સમજાવો મને. મેધા પાટકરે 15 વર્ષ સુધી નર્મદા યોજનાને અટકાવી હતી. ગુજરાત વિરૂદ્ધ ઉતરી હતી. તે જ મેધા પાટકર સાથે આજે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી તમે તમારી પાર્ટીને જોડી લ્યો ભારત દેશ જોડાયેલો જ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 70 દિવસમાં જ નર્મદા ડેમની 70 મીટર ઉંચાઈ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી તેમ જણાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર પાટણ જિલ્લામાંથી કોંગ્રેસને સાફ કરી નાખજો તેવું આહ્વાન કર્યું હતું.

તેઓએ આપ પાર્ટી ઉતર પ્રદેશમાં 350 બેઠક પર ચૂંટણી લડી હતી જેમાં 349 બેઠક પર જમાનત જપ્ત થઈ, ઉત્તરાખંડમાં 69 બેઠક પર ચૂંટણી લડ્યા 68 બેઠક પર જમાનત જપ્ત થઈ, ગોવામાં 39 બેઠકમાંથી 35 સીટો પર જમાનત જપ્ત થઈ ગઈ, હવે ગુજરાતમાં આવી છે. અહિં પણ આજ હાલ થશે તેવું જણાવી સમગ્ર દેશ હાલ વિકાસ મોડેલની ચર્ચા કરે છે તો તે ગુજરાતના વિકાસ મોડેલની વાત કરે છે.

કોંગ્રેસ પાર્ટીએ દેશ અને પ્રદેશને વિભાજીત કરવાનું કામ કર્યું છે જ્યારે ભાજપની સરકારે સબ કા સાથ અને સબ કા વિકાસ મંત્રને આગળ લઈને ચાલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકારે પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યાં છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય રિપોર્ટ કાર્ડ લઈને આવી છે? તેઓએ ક્યારેય દેશની ચીંતા કરી નથી,દેશની ક્યારેય દેશની ચીંતા કરી નથી,દેશની ચીંતા જો કોઈએ કરી છે તો તે ભાજપની સરકારે કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારતની યોજના લાવ્યાં છે. ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 કરોડ 60 લાખ પાક્કા મકાન બનાવવામાં આવ્યાં છે, જેમાંથી ગુજરાતમાં 15 લાખ પાક્કા મકાન બનાવવામાં આવ્યાં છે. દેશના 11 કરોડ 78 લાખ ખેડૂતોના ખાતામાં 2 હજારનો હપ્તો આપવામાં આવે છે. મોદી સરકારે જ્યારે વેક્સિનેશન આપવાની

શરૂઆત કરી હતી ત્યારે કોંગ્રેસે લોકોને ગુમરાહ કરવાની કોશીસ કરી હતી. યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને વતનમાં સુરક્ષીત લાવવામાં આવ્યાં છે. એક સમયે 365 દિવસ માંથી 265 દિવસ સુધી ગુજરાતમાં કરફ્યૂ રહેતો હતો આજે નાના બાળકોને કરફ્ય શું છે તે જ ખબર નથી. ગુજરાતમાં ઘર ઘર સુધી પાણી પહોંચ્યું છે. ચાણસ્મા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં આયોજિત કરાયેલી વિશાળ જંગી જાહેર સભાઓમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાજી ની સાથે ચાણસ્મા વિધાનસભા બેઠકના ઉમેદવાર દિલીપજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,જય પટેલ, ગોતરકા આશ્રમના સંત શ્રી નિજાનંદજી મહારાજ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને ચાણસ્મા વિધાનસભા બેઠક નાં સુજ્ઞ મતદારો ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેર સભા માં જે.પી.નડ્ડા દ્વારા પાટણ જિલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન એ.જે.પટેલ,મેતુજી ઠાકોર સહિતના કોંગ્રેસ આગેવાનો ને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...