• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The National Games Will Begin In The State From September 29, Felicitating Athletes Who Have Achieved Achievements In The Field Of Sports

રમતવીરોનું સન્માન:29 સપ્ટેમ્બરથી રાજ્યમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ થશે, રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરાયું

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રમત એ જીવનનો એક ભાગ છે. રમત શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક તંદુરસ્તી પણ આપે છે. દેશના વડાપ્રધાન મોદીએ હંમેશા રમત-ગમત પર ભાર મુક્યો છે. રાજ્યમાં 12 સપ્ટેમ્બર,2022 થી 16 સપ્ટેમ્બર,2022 દરમિયાન 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે તેના ભાગરૂપે પાટણમાં આજરોજ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કન્વેન્શન હોલ ખાતે આયોજીત આજના આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ શુભકામના પાઠવી
તા.29 સપ્ટેમ્બરથી જ્યારે નેશનલ ગેમ્સનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં થવા જઈ રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે વિવિધ જિલ્લામાં અવેરનેસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આજરોજ પાટણ ખાતે આયોજીત 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમના અધ્યક્ષ એવા મંત્રી અર્જુનસિંહ ચૌહાણે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરદર્શિતાના કારણે આજે રમતગમત ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બની રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ ઝળહળ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમશે ગુજરાત, જીતશે ગુજરાત સાથે રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેની પુરા વિશ્વમાં નોંધ લેવાઈ છે. ગુજરાતના રમતવીરોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનને આજે આખુ વિશ્વ નિહાળી રહ્યુ છે. ગુજરાતમાં અનેક એવા ખેલાડીઓ છે કે જેઓએ વિવિધ રમતોમાં વિશ્વસ્તરે નામના મેળવીને દેશનું નામ રોશન કર્યુ છે. 29મી સપ્ટેમ્બરથી જ્યારે 7 વર્ષ બાદ નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પાટણના રમતવીરો પણ આગળ આવે અને દેશનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવું છુ.

36 જેટલી રમતોની સ્પર્ધા
આગામી તા.29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધારશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે. 7 વર્ષ બાદ ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પૂરજોશમાં તેની તૈયારીઓ ચાલી રહી છે. આ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનમાં દેશ-વિદેશથી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાત પધારશે. ગુજરાતમાં 17 સ્થળોએ કુલ 36 જેટલી રમતોની સ્પર્ધા યોજાશે.

વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
પાટણમાં આજરોજ આયોજીત 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પઈનના જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ ઉપરાંત અધિકારી અને પદાધિકારી તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...