નિર્ણય:શિક્ષકોના પડતર પ્રશ્નોની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષણમંત્રીને રજૂઆત કરશે

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠ સંગઠનોની મળેલી રાજ્ય કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આઠ સંગઠનોની રાજ્ય કારોબારી બેઠક અપેક્ષિત હોદ્દેદારોની વડોદરાના કાયાવરોહણ ખાતે મળી હતી. જેમાં સદસ્યતા અભિયાનની સમિક્ષા કરવામાં આવી હતી. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી HTAT સહિત, બદલી પામેલા શિક્ષકોને ઝડપથી છુટા કરવા, સીઆરસી, બીઆરસીના પડતર પ્રશ્નો, જુની પેન્શન યોજના, સાતમા પગાર પંચ પ્રમાણે ઘરભાડુ ચુકવવા, સળંગ નોકરી તથા પગાર પંચના હપ્તા, જુના શિક્ષકોની ભરતી સહિતની અનેક બાબતો અંગે આગામી સમયમાં શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે આક્રમક રીતે રજુઆત કરવામાં આવશે અને પછી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે એવી વાત રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

વિસ્તારક યોજના માટે પૂર્ણ કાલીન નિવૃત્ત શિક્ષક મિત્રો તથા સમય આપનાર કાર્યકર્તાઓની યાદી બનાવવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી, રાષ્ટ્રીય માધ્યમિક સંવર્ગ ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત, રાષ્ટ્રીય પ્રાથમિક સંવર્ગ સચિવ ભીખાભાઇ પટેલ સહિત ગુજરાત સંગઠન ના મહામંત્રી મીતેષભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ પટેલ, સહ સંગઠન મંત્રી રતુભાઈ ગોળ, કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી સહિત આઠ સંવર્ગના રાજ્ય, સંભાગ અને વિભાગ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...