તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લ્યો બોલો:પાટણના બાલીસણા ગામના વેક્સિનેશન સેન્ટરનું નામ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં બતાવતું જ નથી

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
બાલીસણા ગામના લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકતા નથી - Divya Bhaskar
બાલીસણા ગામના લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકતા નથી
 • ભાજપના ડેલિકેટ નરેશ પરમારે રાજ્ય સરકારમાં રજૂઆત કરી
 • રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ ખોલતા પોતાના સેન્ટરનું નામ ના બતાવતા યુવાનોને હાલાકી

પાટણના બાલીસણા ગામમાં આવેલા વેક્સિનેશન સેન્ટરને ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં દર્શાવવામાં ના આવતા ગામના લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકતા નથી. જેથી ભાજપના ડેલિકેટ નરેશ પરમારે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે.

પાટણ જિલ્લામાં સરકાર દ્વારા 18 વર્ષથી 45 વર્ષ સુધીના લોકોને પ્રથમ ડોઝ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પાટણના બાલીસણા ગામમાં આવેલા વેક્સિનેશન સેન્ટરનો ઓનલાઈન એપ્લિકેશનમાં ઉલ્લેખ કરવામાં ન આવેલો હોવાથી બાલીસણા ગામના લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકતા નથી. જેથી ભાજપના ડેલિકેટ નરેશ પરમાર દ્વારા તાત્કાલિક ઓનલાઈન વેક્સિનેશનના રજિસ્ટ્રેશનમાં બાલીસણા વેક્સિનેશન સેન્ટર દર્શાવવામાં આવે જેથી લોકો રજીસ્ટ્રેશન કરીને વેક્સિન લઇ શકે તેવી રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ભાજપના ડેલીકેટ નરેશ પરમારએ જણાવ્યું હતું કે, 18થી 45 વર્ષની ઉંમરના લોકોને કોવિડ વેક્સિનનો પ્રારંભ થયો છે. પરંતુ ઓનલાઇન રજિસ્ટ્રેશન એપ્લિકેશનમા બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ નથી થયો. ઓનલાઇનમા મહેસાણા જિલ્લાનું ઊંઝા દર્શાવે છે તો અમારા ગામનું નામ ઉમેર તો ગામના લોકોને હલકી ના પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો