• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Muslim Fraternity In Patan Put The Finishing Touches To The Preparations For Making Beautiful Artistic Tajiyas And Horses

તાજીયા જુલુસ:પાટણમાં મુસ્લિમ બિરાદરોએ સુંદર કલાત્મક તાજીયા અને ઘોડા બનાવવાની તૈયારીઓને આખરી ઓપ આપ્યો

પાટણ2 મહિનો પહેલા
  • શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી પર્વની ઉજવણી કરવામાં આવે છે

મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર તાજીયાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટણ શહેરના વિવિધ વિસ્તારોના સ્થાનિક રહીશો અને કારીગરો દ્વારા સુંદર કલાત્મક તાજીયા અને ઘોડા બનાવવાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજીયા બનાવાયા
હઝરત મહંમદ પયંગબર સાહેબના દોહિત્ર અને તેમના 72 જાનીદાર સાથીઓએ કરબલાના મેદાનમાં શહીદી વ્હોરી હતી, ત્યારથી આ દિવસને મુસ્લિમ સંપ્રદાય દ્વારા મોહરમ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ પર્વમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા તેને માતમના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. પાટણ શહેરમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી આ પર્વની માતમ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજીયા પણ બનાવવામાં આવે છે.

​​​​​​​તાજીયા જુલુસને તૈયાર કરવા માટે અંતિમ સ્વરુપ
મોહરમ પર્વને લઈ શહેરના કાજીવાડા વિસ્તાર ખાતે હુસેનમીયા સૈયદ ઉર્ફે ભુરાભાઈ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કલાત્મક દુલદુલ ઘોડાને સજાવવામાં આવે છે. હાલમાં ભુરાભાઈ દ્વારા કલાત્મક ઘોડા બનાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શહેરના કાળીબજાર સહિત ખાનસરોવર દરવાજા પાસે પણ કલાત્મક સુંદર તાજીયા શણગારવામાં આવે છે. સાથે સાથે ખાનસરોવર દરવાજા સમીપ તાજીયા સહિત અન્ય કલાત્મક તાજીયાઓને ઝરી તેમજ રંગબેરંગી કાગળને ચીપકાવી તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આમ પાટણ શહેરમાં મોહરમ પર્વની પૂર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા યોજાનાર તાજીયા જુલુસને તૈયાર કરવા માટે અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...