સમસ્યાનો હલ:પાટણના વોર્ડ નંબર 10માં આવેલા હર્ષનગરમાં લાંબા સમયથી ઉદભવેલી પાણી સમસ્યાનો હલ લાવતી પાલિકા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ હર્ષ નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સમસ્યાને લઈને વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તો આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટરો સહિત નગરપાલિકાના વોટરપાર્ક શાખાને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનો નિરાકરણ ન આવતા ના છુટકે વિસ્તારના રહીશોએ પાલિકા પ્રમુખ અને રૂબરૂ મળી આ સમસ્યાનો નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરતા પાલિકા પ્રમુખે રહીશોને હૈયાધારણા આપી હતી. ત્યારે બુધવારના રોજ પાટણ નગરપાલિકાની વોટર વર્ક શાખાના કર્મચારીઓએ જેસીબી મશીન ની મદદ વડે હર્ષનગરના મુખ્ય પ્રવેશ દ્વારા આગળ 10 ફુટ કરતાં ઊંડો ખાડો ખોદી મુખ્ય પાઇપલાઇનની તપાસ હાથ ધરતા મુખ્ય પાણીની પાઇપલાઇનમાં રોડા ભરાઈ જવાના કારણે આ સમસ્યા ઉદભવી હોય તેવું જણાવતા કર્મચારીઓએ મુખ્ય પાણીની પાઇપલાઇનનો સમારકામ હાથ ધરતાં આ વિસ્તારના રહીશોને પૂરતા ફોર્સથી પાણી મળતા રહીશોમાં ખુશી છવાઈ જવા પામી હતી.

આ નગરપાલિકાની વોટરવર્ક શાખાના કર્મચારીઓ દ્વારા હર્ષ નગર વિસ્તારમાં પાણીની સમસ્યાના નિવારણ અર્થે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન આ વિસ્તારના કોર્પોરેટરો અને નગરપાલિકાના વોટર વર્ક શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...