તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ શહેરમાં મુખ્ય પોસ્ટ ઓફિસ બહાર શાકભાજીની લારીઓ પર ભીડ થતી હોય સંક્રમણ વધવાના ભયને લઈ પાલિકા દ્વારા શાકભાજીના ફેરિયાઓને આનંદ સરોવર નજીકમાં પ્રગતિ મેદાનમાં જગ્યા ફાળવતા ફેરિયાઓએ સ્થળ ન બદલવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. શહેરમાં વધતા કેસોને લઇ સંક્ર્મણ અટકાવવા પાલિકાનો યોગ્ય સુઝાવ છતાં ફેરિયાઓ પોતાની મનમાની કરી સહયોગ ન આપતા પાલિકાના આયોજન પર પાણી ફરી રહ્યું છે.
ભાજપના શહેર ઉપપ્રમુખ દિનેશ પટ્ટણીએ જણાવ્યું હતું કે ફેરિયાઓને મેદાનમાં અંદરનો ભાગ હોઈ શાકભાજીનો વેપાર થતો નથી.રસ્તા પર જ લોકો આવતા હોય છે. પહેલા વ્યવસ્થા કરાઈ હતી.પરંતુ વેપાર થતો ન હતો. અમે આ સ્થળ પર ફરજીયાત માસ્ક પહેરી ધંધો કરીશું. શાકભાજીથી કોરોના થતો નથી. ખોટા હેરાન કરી અમને હટાવવામાં ન આવે એવી અમારી માંગણી છે.
સંક્ર્મણ અટકાવવા માટનું આયોજન છે
ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે શહેરમાં રસ્તાઓ પર શાકભાજીની લારીઓના કારણે ભીડ થાય છે. જેથી ફેરિયાઓ માટે સ્પેશ્યલ જગ્યાઓ ફાળવી રહ્યા છે. કોરોનાને લઇ ફેરિયાઓ ખુલ્લામાં ઉભા રહી વેપાર કરે તો સંક્ર્મણ અટકશે. શહેર અન્ય વિસ્તારોમાં ઉભા રહેતા ફેરિયાઓ માટે આજ આયોજન છે.તેઓ પ્રાંત અને કલેક્ટરને રજુઆત કરી છે.તેમનો જે અભિપ્રાય હશે એ મુજબ કાર્ય કરીશું.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.