તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરપાલિકા:ટેલિફોન એક્સચેન્જ રોડ પર ભરાતાં પાણીની સમસ્યા હલ કરવા આંદોલનની ચીમકી

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 20 વર્ષથી પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીની સમસ્યા અને અવાર નવાર કર્મભૂમિ સોસાયટીની ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ બાબતે તમામ સોસાયટીના રહીશો દ્વારા મંગળવારે નગરપાલિકા પ્રમુખને સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરાઇ હતી. આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હવે આંદોલન કરવાની સ્થાનીકોએ ચીમકી આપી છે. મીનળ પાર્ક સોસાયટી, કર્મભૂમિ સોસાયટી, ત્રીભુવન પાર્ક સોસાયટી, ઉત્સવનગર, શિશ બંગ્લોઝ, યસ બંગ્લોઝ, ગુરુ નગર, રાધે બંગલોઝ, શિવનગરી સોસાયટી, સારથી સ્ટેટસ, સારથી રેસીડેન્સી, પદમપાકૅ સોસાયટી, ભવાનીનગર, સહિતની 15 ઉપરાંત સોસાયટીના રહીશો મંગળવારે પાટણ પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલને  ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અને ગટરના ઉભરાતા પાણીની સમસ્યા હલ કરવા માટે આવેદન આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...