તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:માતાને પાટણ હોસ્પિટલમાં દાખલ કર્યા હોઈ સારવાર માટેની રોકડ ગઠિયા તફડાવી ગયા

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં પીપરાળાના યુવાનને ઈકો ગાડીમાં બેસાડી ગઠીયાઓએ રૂપિયા 82000 સેરવી લીધા

સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે રહેતા ભીખાભાઈ બચુભાઇ ગામી (પટેલ) તેમના માતાની તબિયત નાજુક હોય તેઓને પાટણની સદભાવના હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. ત્યારે હોસ્પિટલમાં પૈસાની જરૂર હોઈ તેમના ખિસ્સામાં રૂ.82000 પડેલા હતા તે પૈસા લઈ તેમના ઘરે જવા સારું નજીકના ટીબી ત્રણ રસ્તા પાસે ઉભા હતા એ વખતે અજાણી ઈક્કો ગાડી લઈને 4 શખ્સો આવ્યા હતા અને ભીખાભાઈને તેમની ઈકો ગાડીમાં વચ્ચેની સીટમાં બેસાડ્યા હતા અને પાટણના નવા બસ સ્ટેન્ડ તરફ ઈકો ગાડી લેતાં ભીખાભાઈએ મારે જૂના બસ સ્ટેન્ડ તરફ જવાનું છે તેમ કહેતાં થોડીક રકઝક થતાં ટીબી ત્રણ રસ્તાથી થોડેક દૂર ઉતારી નિકળી ગયા હતા.

આ વખતે તેઓને શંકા જતા ખીસ્સુ ચેક કરતા રૂ.82000 ન હતા આ અંગે ભીખાભાઈએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઈકો ગાડીમાં બેઠેલા અજાણ્યા 4 શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારી પી.એસ.આઇ વી.એસ પટેલે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો