આયોજન:ઓનલાઈન પરીક્ષા પૂર્વે 29, 30 ઓગસ્ટે મોક ટેસ્ટ યોજાશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 31 ઓગસ્ટે બીજા તબક્કાની 13 પરીક્ષાઓ યોજાશે

યુનિવર્સિટીની 31 ઓગસ્ટથી પ્રથમ વિભાગની 13 પરીક્ષાઓના રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પામ્યા છે . જેનો 29 અને 30 બે દિવસ મોક ટેસ્ટ યોજાશે. તો પાછળની 14 પરીક્ષાઓ માટે હજુ રજીસ્ટ્રેશન શરૂ રાખવામાં આવ્યા છે. જેના પણ પરીક્ષા પૂર્વે બે દિવસ મોક ટેસ્ટ યોજાશે. હેમ. યુનિ. દ્વારા 31 ઓગસ્ટથી ઓનલાઇન બીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. જેમાં 3 વિભાગમાં 27 પરીક્ષાઓ યોજાનાર છે.

જેમાં પ્રથમ વિભાગમાં 13 પરીક્ષાઓ શરૂ થનાર છે. જેના બુધવાર સુધી રજીસ્ટ્રેશન શરૂ રાખવામાં આવ્યા હતા. આ છાત્રોને ઓનલાઇન પરીક્ષા પ્રથમવાર હોઈ માર્ગદર્શન મળે માટે 29 અને 30 ઓગસ્ટ બે દિવસ મોક ટેસ્ટ રાખવામાં આવેલ છે. અલગ અલગ ફેકલ્ટીની પરીક્ષાઓના મોક ટેસ્ટ યોજાશે. બીજા અને ત્રીજા વિભાગની પરીક્ષાઓની વાર હોઈ છાત્રોના પરીક્ષાના બે દિવસ પહેલા સુધી રજીસ્ટ્રેશન શરૂ રાખવામાં આવ્યા છે. અને બીજા વિભાગની 8 પરીક્ષાઓના મોક ટેસ્ટ 7 અને 8 સપ્ટેમ્બર યોજાશે. તેમજ ત્રીજા વિભાગની 6 પરીક્ષાઓના મોક ટેસ્ટ 17 અને 18 સપ્ટેમ્બર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...