રાહત:માખણીયા પરા પ્રાથમિક શાળામાં બ્લોક નાખવા ધારાસભ્ય 2 લાખ ગ્રાન્ટ ફાળવશે

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં પાણી ભરાઈ જતા બાળકોને અંદર જવામાં મુશ્કેલી પડતી હતી

પાટણ શહેરના માખણીયા પરાની પ્રાથમિક શાળામાં બાળકોને ચોમાસા દરમિયાન અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હોય ધારાસભ્ય દ્વારા મુલાકાત લઇ સમસ્યા હલ થાય માટે શાળામાં બ્લોક નાખવાં માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવા માટે ખાતરી આપી હતી. પાટણના માખણીયા પરા વિસ્તારની પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા શુક્રવારે મુલાકાત લીઘી હતી.

જે દરમ્યાન વિસ્તારની પ્રાથમિક શાળામાં સ્કૂલની અંદર ભણતા નાના બાળકોને પાણી ભરાઈ જતા પાણીમાં થઈ સ્કૂલમાં ઓરડામાં જવું પડતું હોય મુશ્કેલીમાં મુકાતા હોય બાળકોની મુશ્કેલી હલ કરવા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય દ્વારા બે લાખની ગ્રાન્ટ મંજૂર કરી બ્લોક નાખવાનું કામ કરાવવાની ખાતરી આપી હતી.તેમજ માખણીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન નંખાઈ ગયેલ હોય છતાં તેનું જોડાણ બાકી હોય રોડ રસ્તાની સમસ્યા હોય અધિકારીઓને ટેલિફોનીક રજૂઆત કરી સત્વરે સમસ્યા હલ કરવા ઉગ્ર માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...