પાટણનાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી ગ્રામ પંચાયતો ના સરપંચો ની મુદત પુરી થઇ ગયેલ હોવા છતાંય પણ રાજયના બાકી રહેતા ગામોમાં સરપંચો ની ચુંટણી કોઈ કારણોસર યોજાયેલ નથી તો આ બાબતે તાત્કાલિક ધોરણે સરપંચોની ચુંટણી યોજવા માટે મુખ્યમંત્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે મુખ્યમંત્રી ને લેખિત માં કરેલ રજૂઆત માં જણાવ્યું છે કે જે ગામોમાં ચુંટણી યોજાઈ નથી તેનો વહીવટ સરકાર દ્વારા નિમાયેલ વહીવટદારો કરી રહ્યા છે,પરિણામ સ્વરૂપ સ્થાનિક પ્રજનાનો ને તેમના વહીવટી કામોમાં ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહેલ છે.
રાજ્યમાં હાલ પણ તલાટી કર્મચારીઓની ભારે ઘટ છે, જેના પરિણામે આવા ગામડાઓમાં ફરજ બજાવતા તલાટી /વહીવટદાર ને હાલમાં આશરે 7-10 જેટલા ગામોનો વધારાનો કાર્ય બોજ વહન કરવો પડે છે. પરિણામ સ્વરૂપ જીવન જરૂરિયાત ની પ્રાથમિક સગવડો જેવી કે પીવાના પાણી, સેનેટરી, ગટરવેરાની વસુલાત વગેરેના પ્રશ્નો સહીત વિવિધ વહીવટીમુશ્કેલીઓનો પારાવાર સામનો કરી રહેલ છે.વધુમાં આ વહીવટીદારો નીતિ વિષયક નિયર્ણ લઇ શકતા ન હોવાથી ઘણાબધા વિકાસના કામો અટકી પડેલ છે, વધુમાં કેટલાક વહીવટદારોની નિમણુંક પણ પૂર્ણ થઇ ગયેલ છે. આમ સ્થાનિક ગ્રામજનો ને તમામ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા સારૂ રાજ્યમાં બાકી સરપંચોની ચુંટણીઓ સત્વરે યોજાય તેવી જરૂરી કાર્યવાહી તેઓ દ્વારા મુખ્યમંત્રીને જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.