ગ્રામજનોની વર્ષો જુની માગ સંતોષાઇ:સિદ્ધપુરના ધારાસભ્યે ખારેડાથી દલસાપૂરા સુધી રૂ. 2 કરોડના ખર્ચે બનનારા રોડનું ખાતમુહૂર્ત કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર વિધાનસભા વિસ્તારના સરસ્વતી તાલુકાના ખારેડાથી દલસાપુરા ગામને જોડતા રસ્તા માટે ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખીને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા સરકારમાં રજૂઆત કરી રૂપિયા 2 કરોડનો જોબ નંબર મેળવી આપવામાં આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે. ત્યારે ઉપરોક્ત રોડનું સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો
નવીન રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની વર્ષો જુની માગ સંતોષવા બદલ ચંદનજી ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં
રોડના ખાતમુહૂર્ત પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, સરસ્વતી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સારજીજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય વદુજી ઠાકોર, રણજીતસિંહ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય વિષ્ણુજી ઠાકોર, કનુજી ઠાકોર, લાલ પટેલ મેસર, બાબર દેસાઈ ભાટસણ, માજી કારોબારી અધ્યક્ષ મોઘજી ઠાકોર નાયતા, નાયતા સરપંચ તેમજ જયેશજી વકીલ, મુકેશ ઠાકોર કોઇટા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...