તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગડીયા પેઢી લૂંટ મામલો:સિદ્ધપુરના દેથળી સર્કલ પર થયેલી લૂંટનો મુખ્ય સુત્રધાર સુરતથી ઝડપાયો, રૂ. 8.53 લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 જૂને સિદ્ધપુરના દેથળી સર્કલ પર થઇ હતી લૂંટ
  • પહેલાં 11 બાદ હવે મુખ્ય સુત્રધાર સાથે વધુ 5 આરોપીઓ ઝડપાયા

પાટણ થોડાક સમય પહેલાં સિદ્ધપુરના દેથળી સર્કલ ખાતે આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. જેમાં એક કારમાં આવેલા 4 લૂંટારૂઓએ છરી બતાવી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી હીરા અને સોનાના ઘરેણાના પાર્સલથી ભરેલો થેલો લૂંટી લેવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકમાં પેઢીના કર્મચારી કનુભાઈ સોમાભાઈ પટેલે નોંધાવી હતી. ત્યારે પોલીસે તેમાં સંડોવાયેલા 11 આરોપીઓને રૂ. 2.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. જેના મુખ્ય સુત્રધારને આજે પોલીસે સુરતથી તેના પાંચ સાગરિતો સાથે ઝડપી લીધો છે.

17 જૂને બનેલા બનાવની તપાસ સિદ્ધપુર પી.આઈ. ચિરાગ ગોસાઈ ચલાવતાં આ લૂંટમાં સંડોવાયેલા 11 આરોપીઓને રુ. 2.62 લાખના મુદ્દામાલ સાથે ત્યારે ઝડપ્યા હતા, પરંતું લૂંટારું ગેંગનો મુખ્ય આરોપી ફરાર હતો. જેની પોલીસને બાતમી મળી હતી કે. તે સુરતમાં છે જેથી પોલીસે ટીમ બનાવી સુરતમાંથી મુખ્ય સૂત્રધાર સહિત વધુ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે અને તેઓની પાસેથી પોલીસે અગાઉ અને હાલમાં મળી કુલ રૂ. 8.53 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

આંગડીયા પેઢીમાં ડ્રાઈવરની નોકરી કરી ચૂકેલા જયરામે જ લૂંટનો તખ્તો ઘડાવ્યો
પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના જણાવ્યા મુજબ, આ લૂંટનો પ્લાન રેકી કરીને બનાવાયો હતો. આ લૂંટનો પ્લાન બનાવવામાં આંગડીયા પેઢીમાં અગાઉ ડ્રાઈવર તરીકે નોકરી કરી ચૂકેલા જયરામ ઉર્ફે જલો જીવણ સરતનભાઈ રબારી (રહે . જુની કરેલી રબારીવાસ તા. ઊંઝા, જિ. મહેસાણા) વાળાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અગાઉ નોકરી કરેલી હોવાથી ક્યાંથી ગાડી નીકળે છે ક્યાં રોકાય છે તેની સમગ્ર માહિતીથી જાણકાર હોવાથી તેઓએ લૂંટનો પ્લાન બનાવી લૂંટ પણ કરી હતી.

ઘરેણાં અને હીરા વેચી ઘરનો સામાન વસાવ્યો તે પણ પોલીસે જપ્ત કર્યો
લૂંટમાં આરોપીઓએ રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાં અને હીરા પણ લૂંટ્યા હતા જે તેઓએ સુરતના એક વેપારીને વેચીને રોકડા રૂપિયા લઈ તેમાંથી ઘર માટે વોશિંગ મશીન, ઘરઘંટી અને ટેલીવીઝન જેવા ઉપકરણો વસાવ્યા હતા. જેથી પોલીસે તે પણ જપ્ત કર્યા હતા. તેમજ વેપારી પાસેથી ઘરેણાં અને હીરા પણ પરત જપ્ત લીધા હતા. પોલીસે રૂ. 6.84 લાખની લૂંટ સામે કુલ રૂ. 8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...