તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MBBS ગુણ સુધારણા કૌભાંડ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ત્રણેય વિદ્યાર્થીઓની માર્કશીટ રદ થશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિવર્સિટીએ 3 વિદ્યાર્થીઓની માર્કશીટ રદ કેમ ન કરવી તે ખુલાસા માટે નોટીસ આપી હતી, બુધવારે ત્રણેય છાત્રોએ પરીક્ષા વિભાગમાં ખુલાસો આપ્યો હતો

હેમચંદ્રાચાર્ય ઉત્તર યુનિવર્સિટી દ્વારા એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં સંડોવાયેલ ત્રણેય છાત્રોને નોટીસ અપાતાં પરીક્ષા વિભાગને ખુલાસો રજૂ કરતા આગામી ઇસી બેઠકમાં મૂકી માર્કશીટ રદ કરવા અંગે નિર્ણય લેવાશે. પરંતુ ગત ઇસી બેઠકમાં કથિત કૌભાંડ થયું હોવાનું સ્વીકાર્યું છે. જેથી ખોટી રીતે પાસ થયા હોવાનું સાબિત થયું હોઈ માર્કશીટો પણ ખોટી જ છે. જેથી માર્કશીટ રદ કરવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના પરીક્ષા વિભાગ દ્વારા એમ.બી.બી.એસ ગુણ સુધારમા કૌભાંડમાં 2018માં રિ-એસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી પાસ કરવામાં આવેલ ત્રણે છાત્રોને તેમની પાસ થયેલ માર્કશીટ રદ કેમ ન કરવી તે અંગે 10માં ખુલાસો રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્રણમાંથી બે છાત્રોએ પરીક્ષા વિભાગમાં બંધ કવરમાં ખુલાસો આપ્યો હતો. બુધવારે મોડી સાંજે ત્રીજા છાત્રએ પણ ખુલાસો રજૂ કરી દીધો હતો.

પરીક્ષા વિભાગને મળેલ ત્રણેય છાત્રોના ખુલાસાની એક ફાઇલ બનાવી ઈસી બેઠકમાં મુકવામાં આવનાર છે. અને ઈસી કમિટી દ્વારા જ આ ખુલાસા વાંચ્યા બાદ તેમની બચાવ પક્ષની રજૂઆતને માન્ય રાખવી કે કેમ તે નિર્ણય લઈને માર્કશીટ મામલે નિર્ણય લેવામાં આવશે તેવું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે. જે. વોરાએ જણાવ્યુ હતું.

3 છાત્રોના માર્કશીટમાં સાચા અને ખોટા રિઝલ્ટના માર્ક્સ આ રીતે હતા

1 - પટેલ પરિમલ અરવિંદભાઈ
વિષયસાચા માર્ક્સસુધારેલ માર્ક્સ
ઓટોનોમિક-12134
ઓટોનોમિક-22937
2- મહેશ્વરી પાર્થ અશોકકુમાર
વિષયસાચા માર્ક્સસુધારેલ માર્ક્સ
ઓટોનોમિક-11934
ઓટોનોમિક-22335
3- કોડીયાત્રા રાજદીપ નાનજીભાઈ
વિષયસાચા માર્ક્સસુધારેલ માર્ક્સ
બાયોકેમેસ્ટ્રી-11631
બાયોકેમેસ્ટ્રી-22633

યુનિવર્સિટીની ઇસી કમિટીએ કૌભાંડ થયું હોવાનું માન્યું છે
વર્ષ 2018ની મેડિકલની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીઓને મુખ્ય ઉત્તરવહી બદલીને તેમને પાસ કરવાનું ગુનાહિત કૃત્ય ધ્યાને આવેલ છે. જેને ગત તા: 10/6 એ મળેલ કારોબારીએ સભાના તમામ સભ્યોએ સ્વીકાર્યું છે. બાબતની ગંભીરતા જોતા વિદ્યાર્થીઓ દોશી હશે તો તેમનો પરિણામ પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેવી ઇસી સભ્ય અને તપાસ અધિકારી હરેશ ચૌધરીએ જણાવ્યું હતું.

ઉનાળુ વેકેશન 40 અને દિવાળી વેકેશન 13 દિવસ રહેશે
યુનિવર્સિટીમાં ગુરુવારે કુલપતિની અધ્યક્ષતામાં વિવિધ ફેકલ્ટીના ડીનની એકેડમિક કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં નવીન શૈક્ષણિક સત્ર નક્કી કરાયેલ કેલેન્ડર પ્રમાણે ઉનાળુ વેકેશન 40 દિવસ અને દિવાળી વેકેશન ફક્ત 13 દિવસ રાખવામાં આવ્યું છે. 5 મે થી 17 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે અને 1 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશનની રજાઓ રહેશે. તેવું રજિસ્ટ્રાર દ્વારા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...