ખરીદી માટે ભીડ ઉમટી:પાટણની બજારોમાં દિવાળીના તહેવારને પગલે ભીડ ઉમટી, લોકોએ કપડા, મીઠાઈ સહિતની ખરીદી કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીના પાવન દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાટણ શહેરમાં ખરીદીનો માહોલ જામ્યો છે. જેના કારણે વેપારીઓ પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. પાટણ શહેરમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધન તેરસના પવિત્ર દિવસથી જ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.

માર્ગો માનવ મહેરામણથી ઉભરાયાં
પાટણના નગરજનો સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી કપડાં, કરિયાણું, મીઠાઈ, ફરસાણ સહિતની ખરીદી કરવા આવતા લોકોથી શહેરના માર્ગો માનવ મહેરામણથી ઉભરાયેલા જોવા મળ્યાં હતાં.

વાહનોની લાંબી કતારો થતા ટ્રાફિકની સમસ્યા
શહેરના મુખ્ય બજાર માર્ગો પર ખરીદી માટે આવતાં ખરીદદારોના વાહનોની લાંબી કતારો જોવા મળતા ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી. જોકે, જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી શહેરમાં ટ્રાફિક જામ ન થાય તે માટે કામગીરી કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...