સરસ્વતી તાલુકાના અબલુવા ગામે યુવકની હત્યા કરનાર ગામના જ શખ્સને વાગડોદ પોલીસે પકડી પાડી તેની અટકાયત કરી લીધી છે યુવકે મોબાઈલ પરત ન આપતા આ શખ્શે એકદમ ઉશ્કેરાઈ જઇ યુવકની હત્યા કરી હતી
અબલુવા ગામે રહેતા કિરણજી અભુજી ઠાકોરની ગામના વ્હોળામાંથી બોથળ પદાર્થ મારી હત્યા કરેલી હાલતમાં શનિવારે લાશ મળી હતી આ ઘટનાની વાગડોદ પોલીસે તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં મૃતક યુવકના પિતા અભુજી કાળુજી ઠાકોરે ગામના જ એક યુવક પર પોલીસ સમક્ષ શક વ્યક્ત કર્યો હતો જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી અબલુવા ગામના જોગાજી ચંદનજી ઠાકોર ને પકડી પાડ્યો હતો.
પોલીસે તેની સધન પૂછપરછ કરતા તપાસમાં ખુલ્યું હતું કે કિરણજી ઠાકોર અને જોગાજી ઠાકોર બંને જણા સાથે બેઠા હતા આ દરમ્યાન કિરણજી પાસે પાસે મોબાઈલ ન હોવાથી તેણે ગીતો સાંભળવા માટે જોગાજીનો મોબાઇલ લીધો હતો બાદમાં અંધારુ થતા જોગાજીએ મોબાઈલ પરત માગી ઘરે જવાનું કહેતા બેસને શું કરવા જવું છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
જેમાં જોગાજી ઠાકોર ઉશ્કેરાઇ ગયો હતો. અને કિરણજી ઠાકોરને બોથડ પદાર્થ મારી હત્યા કરી નજીકના વહોળામાં મૂકી નાસી ગયો હતો. આ ઘટનામાં પોલીસે જોગાજી ઠાકોરની અટકાયત કરી હતી તેવું વાગડોદ પીએસઆઇ ડી.કે ચૌધરીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.