રિમાન્ડ મંજૂર:પાટણમાં કિશોરી પાસેથી રૂપિયા 6 લાખ પડાવી લઈ દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશોરી પાસેથી પડાવેલા રૂપિયામાંથી આરોપીએ 54 હજારનો એપલનો ફોન ખરીધ્યો હતો

પાટણ શહેરની 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને ખાનસરોવર તથા અલગ-અલગ ગેસ્ટહાઉસોમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચરી તેની પાસેથી રૂા.6 લાખ જેવી રકમ પડાવી લેવાનો તેમજ કિશોરીની માતા સાથે બોલાચાલી કરી ધમકીઓ આપવાનાં કેસમાં પાટણ એ-ડીવીજન પોલીસે પકડેલા મુખ્ય આરોપી શુભમ ભીલ (રાણા) તથા તેનાં ભાઇ અમન અને તેની માતા ભાવનાબેનને પોલીસે પાટણની સ્પેશ્યલ પોક્સો (સેસન્સ) કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યા ત્રણ દિવસનાં રિમાન્ડ માંગતાં જજ શાહે મુખ્ય આરોપી શુભમને ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને પોલીસ કસ્ટડીમાં તપાસ અર્થે સોંપ્યો હતો. જ્યારે તેનાં ભાઈ અને માતાને જ્યુડિસીયલ કસ્ટડીમાં મોકલ્યા હતાં.
આઈફોન, લક્કી, એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબ્જે
પોલીસનાં જણાવ્યાંનુંસાર તપાસ દરમિયાન પોલીસે આરોપી શુભમ પાસેથી આ ગુનામાં વપરાયેલું એક્ટિવા કબજે કર્યું છે. તેમજ કિશોરી પાસેથી પડાવેલા પૈસામાંથી ખરીદેલો રૂા.54 હજારનો એપલનો ફોન અને ચાંદીની રૂા.15 હજારની લકી કબજે કરી છે.
​​​​​​​આરોપીને સાથે રાખી પુરાવા એકત્ર કરાયા
​​​​​​​​​​​​​​
પોલીસે મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવ્યાં બાદ તેને સાથે રાખીને જુદા-જુદા સ્થળે લઇ જઇને પૂરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કિશોરીનું મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...