કાર્યવાહી:સાંતલપુરના ડાભી ઉનરોટ ગામમાં હત્યાનો મુખ્ય આરોપીને ઝડપાયો

વારાહી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય આરોપી શમશેરખાન - Divya Bhaskar
મુખ્ય આરોપી શમશેરખાન
  • પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા

સાંતલપુર તાલુકાના ડાભી ઉનરોટ ગામે શુક્રવારે લઘુમતી યુવાનો દ્વારા જાહેરમાં દલિત યુવકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો. ડાભી ઉનરોટ ગામમાં ચારેક વર્ષ અગાઉ દલિત અને લઘુમતી વચ્ચે થયેલ ઝઘડામાં દલીત પરિવારના મોભી દ્વારા કરાયેલી ફરિયાદ બાબતે સમાધાન કરવા લઘુમતીઓ દ્વારા દબાણ કરાતું હતું.

સમાધાન ના થતાં શુક્રવારે લઘુમતી યુવાનો દ્વારા તિક્ષ્ણ હથિયારથી દલિત યુવાનની ધોળે દહાડે જાહેરમાં હત્યા કરી હતી. ઘટના સ્થળે આવી પહોંચેલા મૃતકના પિતાને સમાધાન કરી લેજો નહી તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ બાબતે વારાહી પોલીસ મથકે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા શનિવારે વારાહી ખાતેથી હત્યાનો મુખ્ય આરોપી શમશેરખાન કરીમખાન ઉર્ફે અલુભા મલેકને ઝડપી પાડ્યો હતો. જ્યારે ફરાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જ્યારે દલિત સમાજના આગેવાનો શિવાજી ગોહિલ દ્વારા એવું જણાવ્યું કે આજે અમે નાયબ નિયામક અનુસૂચિત જાતિ પાટણને અને રવિવારે જિલ્લા પોલીસવડાને આવેદન આપીશું.

અન્ય સમાચારો પણ છે...