• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Lorries Causing Obstruction And Traffic Problems On The Main Market Routes Of The City Will Be Detained By The Municipality.

અડચણરૂપ લારીઓ થશે ડિટેન:શહેરના મુખ્ય બજાર માર્ગો પર અડચણ રૂપ અને ટ્રાફિકની સમસ્યા સર્જતી લારીઓ પાલિકા દ્વારા ડિટેન કરાશે

પાટણ12 દિવસ પહેલા
  • પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા સહિતની ટીમે મુખ્ય બજાર માર્ગો પર ફરીને સૂચના આપી આડેધડ ઉભી રહેતી લારીઓના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય હાલમાં નોન વેજની લારીઓ હટાવવામાં આવશે તેવો કોઈ નિર્ણય લેવાયો નથી

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં માર્ગો પર આડેધડ ઉભી રહેતી લારીઓના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને આવી અડચણરૂપ ઉભી રહેતી લારીઓને માર્ગ પરથી દૂર કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને પાટણ શહેરમાં પણ વેપારીઓ અને નગરજનોની રજૂઆતના પગલે શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ ઉભી રહેતી લારીઓને દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા આયોજનના ભાગરૂપે બુધવારના રોજ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા સહિતની ટીમે શહેરના મુખ્ય બજાર માર્ગો પર પાલિકાના વાહનમાં ફરીને માઇક દ્વારા શહેરના મુખ્ય બજાર માર્ગો પર ઊભા રહેતા અને અડચણરૂપ બનતા લારીઓવાળાઓને આવતીકાલે ગુરુવારથી પોતાની લારીઓ અડચણરૂપ ન બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે રીતે ઉભી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.

પાલિકાની આ સૂચનાનું ઉલ્લંઘન કરનાર લારી ચાલકની લારી પાલિકા દ્વારા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. હાલમાં નોન વેજની લારીઓ હટાવવામાં આવશે તેવો કોઈ નિર્ણય લેવાયો નથી, તેવું પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...