તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાધનપુરના દેલાણા ગામે બે મકાનોના તાળાં તૂટ્યા

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ.18.800નો મુદ્દામાલ ચોરાયો

રાધનપુર તાલુકાના દેલાણા ગામે તસ્કરોએ બે બંધ મકાનનું તાળુ તોડી સોનાના ચાંદીના દાગીના મળી રૂ. 18.800ના ચોરી કરી ગયા હતા. આ મામલે રાધનપુર પોલીસ મથકે કાર્યવાહી કરાઈ હતી. શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે પાટણ જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય બની ગઈ છે.રાધનપુર બાદ દેલાણા ગામે તસ્કરોએ બે મકાનને નિશાન બનાવ્યા હતા.

દેલાણા ગામે મનસુખભાઈ ભગાભાઈ ઠાકોરના બંધ મકાનનું તાળું તોડી ટંકમાંથી મંગળસૂત્ર, ચાંદીની ઝાઝર, સોનાનું ચકતું રૂ.4000 રોકડ મળી કુલ રૂ.7500ની ચોરી કરી ગયા હતા. જ્યારે ગામના જ હમુજી શિવાજી ઠાકોરના ઘરનું તાળું તોડી તસ્કરો ટંકમાંથી ચાંદીની ચૂડી, લકી, ગોખરા, ચુની તેમજ રૂ.5 હજાર રોકડા મળી કુલ રૂ.11300ની ચોરી કરી ગયા હતા આમ બન્ને મકાનોમાં તસ્કરો કુલ રૂ.18,800ની ચોરી કરી ગયા હતા બાદમાં મકાન માલિકને જાણ થતા આ અંગે રાધનપુર પોલીસ મથકે મનસુખભાઈ ભગાભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો