તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • The Lockdown In Patan Was Fruitful, There Was Some Relief Among The People Who Registered 112 Cases In The District Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણમાં લોકડાઉન ફળ્યું, આજે જિલ્લામાં 112 કેસ નોંધાતાં લોકોમાં થોડી રાહત થઇ

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોનો આકડો આઠ બજાર ઉપર પહોંચ્યો
 • જિલ્લામાં હાલમાં હોમ એસોલેશન હેઠળ 1326 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

પાટણ શહેર સહીત જિલ્લામાં કોરોનાના કેસ બેવડી પર પહોંચ્યા બાદ ટેસ્ટિંગમાં થોડો ઘટાડો થતા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત 3 દિવસથી ટેસ્ટિંગ એક હજારથી ઓછું થતા કેસનો આંકડો પણ ઘટ્યો છે. ત્યારે હવે કેસ ઘટ્યા છે કે ટેસ્ટિંગ ઓછું થતા કેસનો આંકડો ઘટ્યો છે તે મામલે પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે.

પાટણ જિલ્લામાં સોમવારે કેસ ઘટીને ફરી સો આસપાસ આંક આવ્યો હતો. જેમાં પાટણમાં સોનલ સોસાયટીમાં પાંચ, જલચોક કસ્તુરી અને જીવનધારા સોસાયટીમાં બે -બે સહીત શહેરમાં કુલ 40 કેસ, ધારપુરમાં 4, બાલીસણા અને હાંસાપુરમાં 3-3, રૂવાવી અને ચંદ્રુમાણા ગામમાં બે -બે સહીત તાલુકામાં કુલ 60, સાંતલપુરના વારાહીમાં 4 સહીત તાલુકામાં કુલ 13, રાધનપુર શહેરમાં 2, નાયતવાડા ગામમાં બે સહીત તાલુકામાં કુલ 6, સિદ્ધપુર શહેરમાં 3 સહીત તાલુકામાં 8, ચાણસ્મામાં મંડલોપ અને બ્રાહ્મણવાડા ગામમાં બે બે સહીત તાલુકામાં કુલ 9

શંખેશ્વરમાં ચાર તેમજ ફતેહગંજમાં એક મળી તાલુકામાં 5, હારીજ શહેરમાં 2, સરેલ ગામમાં 3 સહીત તાલુકામાં 7, સમી અને સરસ્વતી તાલુકામાં બે બે મળી જિલ્લામાં કુલ 112 કેસ નોંધાતા કેસ આંક 8771 થયો હતો. વધુ 813 ટેસ્ટ કરાયા હતા. 406 નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. 165 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઈ હતી. જિલ્લામાં એક્ટિવ કેસ 1730 થયા છે.

તારીખટેસ્ટિંગકેસ
27 એપ્રિલ1033210
28 એપ્રિલ1088180
29 એપ્રિલ906203
30 એપ્રિલ1356202
1 મે937155
2 મે292158
3 મે813112

જિલ્લામાં ફ્લો મીટરની અછત સર્જાઈ
પાટણ શહેરમાં ઓક્સિજનની અછત વચ્ચે બાટલાઓ પર લગાવાના ફ્લો મીટરની પણ ભારે અછત સર્જાઈ છે. લોકોને ઓક્સિજન અને બોટલ મળવા છતાં દર્દી માટે ઉપયોગ કરવા માટે જરૂરી ફ્લો મીટર પણ શહેરમાં એક પણ દુકાનમાં ઉપલબ્ધ ન હોઈ દર્દીઓના સગાઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.તે મેળવવા માટે લોકોને મહેસાણા અમદાવાદ સુધી સંપર્ક કરવાની ફરજ પડી રહી છે. દર્દીના સગા પ્રજાપતિ ગોવિદે જણાવ્યું હતું કે અમારા દર્દી માટે ઓક્સિજનની જરુર પડતા સંસ્થા પાસેથી ખાલી બોટલ લાવી ભરાઈને પણ આવ્યા પરંતુ ફ્લો મીટર ન હોઈ અમે બજારમાં શોધ્યું, સિદ્ધપુરમાં તપાસ કરી પરંતુ ક્યાંય મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો