• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Lives Of The People Of Seven Villages Are At Risk After The Water In The Banas River, If The Water Rises, There Will Be No Communication.

ગ્રામજમાં ભય:બનાસ નદીમાં પાણી શરૂ થઈ જતાં સાત ગામોના લોકોના જીવ અદ્ધર, પાણી વધે તો સંપર્ક વિહોણા થાય તેવી સ્થિતિ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસ નદીમાં બ્રિજ મંજૂર થયાના સાડા ચાર વર્ષ બાદ પણ કામગીરી પૂર્ણ થઇ નથી
  • બ્રિજના માત્ર બે બાજુના છેડાની કામગીરી બાકી હોવાના કારણે ત્રણેક વર્ષથી લટકી રહ્યો છે
  • નદીમાં પાણી વધે તો રસ્તો બંધ થઈ જશ; કાર્યપાલક ઇજનેર

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાધનપુર પાસેથી પસાર થતી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે. તેનો લોકોને આનંદ છે. પણ બીજી બાજુ નદીકાંઠાના પેદાશપુરા અગીચાણા ગડસાઈ જોરાવર ગંજ હરીપુરા ગામડી બિસ્મિલ્લા ગંજ અને વાદળીથર સહિત આસપાસના ગામોના લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે. કારણ કે છેલ્લા ત્રણેક વર્ષથી આ ગામોના જોડતા બ્રિજનું કામ ખોરંભે પડ્યું હોવાથી ડાયવર્ઝન આપી બનાવેલો રસ્તો પાણીનો પ્રવાહ વધે તો તૂટે તેવી સ્થિતિ સર્જાઇ છે. રસ્તો તૂટે તો ગામો સંપર્ક વિહોણા થવાનો ગ્રામજનો ને ભય સતાવી રહ્યો છે. હાલમાં આ રસ્તા પરથી ભારે વાહન પસાર કરવું જોખમ રૂપ બન્યું છે.

વર્ષ 2017 માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન આ બ્રિજની જાહેરાત કરી હતી. પરંતુ સાડા ચાર વર્ષ બાદ પણ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. ત્રણેક વર્ષથી કામગીરી ખોરંભે પડી છે. આસપાસના ગામોના લોકોની સ્થિતિ જે તે પરિસ્થિતિમાં જ છે.કારણ કે બ્રિજ બનાવવા માટે નદીમાંથી ડાયવર્ઝન આપી રોડ બનાવવામાં આવેલો છે અને તેના નીચ નદીના પાણીનો પ્રવાહ વહી શકે તે માટે નાળા નાખવામાં આવેલા છે. પરંતુ ભારે વરસાદ પડે ત્યારે નદીના પાણીનો ધસ્મસતો પ્રવાહ શરૂ થતા ની સાથે રોડ અને નાળા તૂટી જાય છે અને ગામો સંપર્ક વિહોણા બની જાય છે.

નદીના પાણી નાળા ગાળી શકે ખરા : પૂર્વ સરપંચ
પેદાશપુરા ગામના પૂર્વ સરપંચ લાધુજી ઠાકોરે જણાવ્યું હતું કે ચોમાસામાં નદીકાંઠાના ગામો સંપર્ક વિહોણા ન બને તે માટે વર્ષ 2017 માં બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે બ્રિજના બંને બાજુ છેડા પર કામ અધૂરું છે. વર્ષોથી બ્રિજનું કામ ખોરંભે પડયુ છે. તે પછી વર્ષ 2019 માં એક વખત પુર આવી ગયું અને એ વખતે પણ આ ગામો સંપર્ક વિહોણા થયા હતા. તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ બ્રિજની કામગીરી પૂર્ણ થઇ નથી અને હાલમાં પણ રસ્તો તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

બ્રિજનું 70 ટકા કામ પૂર્ણ થયેલું છે
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દિલીપસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે બ્રિજનું 70 ટકા કામ પૂર્ણ થયેલું છે 30 ટકા બાકી છે જમીન સંપાદનના પ્રશ્ન ના કારણે કામગીરી બંધ હતી પરંતુ હવે જમીન સંપાદન થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે અને છ માસમાં પૂર્ણ થઈ જશે રવિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધારે હતો હાલમાં ઓછો થયો છે પાણી વધે તો રસ્તો બંધ થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...