ઉતરાયણના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ પતંગ રસીકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક પતંગ દોરી નાં વિક્રેતાઓ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ નાં જાહેર નામાનો ભંગ કરી પ્રતિબંધીત ચાઈનીઝ દોરી નુ વેચાણ કરતાં હોવાની બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા દ્વારા મેજિસ્ટ્રેટ નાં જાહેરનામાં નો પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચુસ્ત પણે અમલ કરાવવા તમામ પોલીસ મથકોને કડક સુચનાઓ આપવામાં આવી હોય જેને ધ્યાનમાં રાખીને પાટણ એલસીબી પીઆઇ સહિતની ટીમ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી,માંઝા ફીરીકીઓનો ગેરકાયદેસર વેચાણ કરતા લોકો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવતા બુધવારના રોજ ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ત્રણ ઇસમો ને આબાદ ઝડપી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ એલ.સી.બી. દ્વારા ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ઝડપાયેલા શખ્સો સામે કાકોશી તથા પાટણ સીટી એ ડિવીઝન પો.સ્ટે ખાતે ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલ છે. પાટણ એલસીબી પોલીસે ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ઝડપાયેલા શખ્સ પૈકી કલ્પેશભાઇ નાનજીભાઇ રાવળ રહે-કાકોશી જી.પાટણ,હાર્દીક હર્ષદભાઇ ભાવસાર રહે સોનીવાડો તા.જી.પાટણ અને કુશ નિલેષભાઇ ખમાર રહે સોનીવાડો તા જી.પાટણ પાસેથી ચાઇનિઝ દોરી નાં ફિરકી બોક્સ નંગ 93 કિ.રૂ.21150 નો મુદ્દામાલ પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.