તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નફો:ધરમોડાના ફાર્મમાં આંબાના 500 ઝાડ પર ફળોના રાજા કેરીનું સામ્રાજ્ય

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ રૂ. સાત લાખ ખર્ચી ખેડૂતે આંબા તૈયાર કર્યા, હાલ વર્ષે રૂ. 2.50 લાખ આવક

ફળનો રાજા કેરીની લોકો ઉનાળામાં મજા માણતા હોય છે. ત્યારે બાગાયત ખેતીમાં ઓર્ગેનિક પધ્ધતિથી ધરમોડા ગામના ખેડૂતે આંબાના 500 વૃક્ષો ઉછેરીને અંદાજીત રૂ. 7લાખ ખર્ચ કરીને ત્રણ વર્ષ બાદ પ્રતિ વર્ષે રૂ. 2.50 લાખ આવક કરી રહ્યા છે. હાલ તે ફાર્મ પર આજુબાજુના ગામડાના લોકો ફાર્મ પરથી છૂટક કેરી પ્રતિ કિલો રૂ. 80 ભાવે ખરીદીને સ્વાદ ચાખી રહ્યા છે.ચાણસ્માના ધરમોડા ગામે આવેલ શ્રી એચડી ફાર્મમાં 500 આંબા છે. જેમાં બારમાસી, દશેરી, આમ્રપાલી, કેસર જાતના આંબાની ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી 3 વર્ષ બાદ આંબા ફળ આપતા થઇ ગયા હતા.

તેની સાથે સંતરા, ચીકુ, જામફળી, મોસંબી અને લીંબોડી ઓર્ગેનિક પધ્ધતિથી બાગાયત ખેતી કરી છે. સાત વર્ષ અગાઉ કલમી આંબા છોડ લાવીને તેનુ વાવેતર 9 વિધા જમીનમાં કરવામાં આવ્યુ હતું. તે ફળ આપતા થયા ત્યા સુધીમાં અંદાજીત રૂ. 7 લાખ ખર્ચ થઇ ચૂક્યો હતો. હવે આંબા ફળ ઉતાર માટે વેપારીને રૂ. 2.50 લાખના ભાડા પેટે આપી દેવામાં આવે છે. તે ચોખો નફો મળી રહે છે તેવુ ફાર્મના માલિક લાભુભાઇ આર. દવેએ જણાવ્યુ હતું.

માણસા તાલુકાના ઇંટાદરા ગામના વેપારી ચંદુભાઇ છનાભાઇ રાવળે ધરમોડા આંબાનો ઉભુ ફાર્મ ફળ ઉતારવા રૂ. 2.50 લાખમાં રાખ્યુ છે. જેમાં કેસર, રાજાપુરી, દશેરી, આમપાલી તમામ કેરી હોલસેલ તેમજ છૂટ વેપાર કરી અંદાજીત રૂ. 6 લાખની આવક થશે. હાલ છૂટક પ્રતિકિલો રૂ. 80 ભાવ આજુબાજુ ગામના લોકો રામગઢ, સેઢાલ, ખોરસમ , ખારીઘારીયાલ અને ચંદુમાણા સુધી લોકો તેનો સ્વાદ માણી રહ્યા છે. ઓર્ગેનિક કેરી ખરીદવા ગ્રાહકો ફાર્મ આવે છ.

કેસર અને જમ્બો કેસર આંબા માટે આબોહવા અનુકુળ છે : બાગાયતી અધિકારી
ઉત્તર ગુજરાતમાં કેસર અને જમ્બો કેસર કેરીના આંબાને આબોહવા વધારે અનુકુળ આવે છે. બાગયતી ખેતિમાં પાટણ જિલ્લામાં ધરમોડા, સંડેર, મણુંદ, રાધનપુર, સાંતલપુર સહિત વિસ્તારમાં 80 ખેડુતો કેસર કેરીના આંબાનુ વાવેતર કરેલ છે. હાલ સરકાર સબસીડીથી ખેડુતોને બાગાયત ખેતિ કરવા રોપા, દવા સહિત ખર્ચમા 50 ટકા સહાય આપવામાં આવે છે. આબાનુ ફળ આપવાનુ આયુષ 40 વર્ષનુ હોય છે તેવુ પાટણ જિલ્લા બાગાયત અધિકારી મુકેશભાઇ ગલવાડીયા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...