• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Joint Efforts Of The Administration In Patan Brought Color, Vaccinating More Than 48 Thousand People In A Single Day Today.

વેક્સિનેશન:પાટણમાં વહિવટી તંત્રની સહિયારી મહેનત રંગ લાવી, આજે એક જ દિવસમાં 48 હજારથી વધુ લોકોનું રસીકરણ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીની સતત દેખરેખ હેઠળ કર્મયોગીઓની નિષ્ઠાપૂર્વકની કામગીરી અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 7 લાખથી વધું લોકોને રસીનો પ્રથમ ડોઝ તથા 3 લાખથી વધું લોકોને રસીનો બીજો ડોઝ અપાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્રના સચોટ અને માઈક્રોપ્લાનિંગ સાથેના પૂર્વ આયોજન મુજબ 'મેગા વેક્સીનેશન ડ્રાઈવ' યોજાઈ હતી. આ મહાઅભિયાનમાં એક દિવસમાં 48 હજાર 994 લોકોને વેક્સિનથી સુરક્ષિત કરાયા હતાં.

રસીકરણ મહાઅભિયાન અંતર્ગત 18થી 44 વર્ષના 10 હજાર 280 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 23 હજાર 868 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 4 હજાર 50 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 10 હજાર 779 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લાના તમામ નવ તાલુકાઓ પૈકી પાટણ તાલુકામાં સૌથી વધુ 11 હજાર 140 લોકોને વેક્સિનનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું.

જિલ્લામાં લોકો સાથે સીધો સંપર્ક ધરાવતાં સ્થાનિક અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, રાજ્ય સરકારના વિવિધ ખાતાઓ અને ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત પદાધિકારીઓ-અધિકારીઓના સતત સહયોગથી એક જ દિવસમાં કુલ 48 હજાર 994 લોકોને લોકોને રસી દ્વારા કોરોના રક્ષિત કરવામાં તંત્રને સફળતા મળી છે. રાજ્ય સરકારે ફાળવેલા રસીના પૂરતાં ડોઝના કારણે રસીકરણ અબાધિત રીતે ચાલુ રહ્યું હતું. આરોગ્ય તંત્ર સહિતનું જિલ્લા વહીવટી તંત્રએ વેક્સિનેશનની કામગીરીમાં 100 ટકા રસીકરણ થાય, ગામની એક પણ વ્યક્તિ રસીકરણથી વંચિત રહી ન જાય એ માટે ખડેપગે રહ્યું હતું.

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની સતત દેખરેખ હેઠળ મેગા વેક્સિનેશન કેમ્પેઈનના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગ ઉપરાંત વહિવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. તંત્રની આ ઝુંબેશને નાગરિકોના રસીકરણ માટેના ઉત્સાહથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ સાથે જ જિલ્લામાં કુલ 7 લાખ 78 હજાર 481 લોકોને રસીનો પ્રથમ તથા 3 લાખ 17 હજાર 243 લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...