ક્રિકેટ ટૂર્નામેન્ટ:સિદ્ધપુરના વાઘરેલ ખાતે જાફરી પ્રીમિયર લીગનું આયોજન કરાયું

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું
  • ખેલાડીઓને ટીમ સ્પ્રિટ સાથે કોઈ પણ સ્પર્ધા રમવી જોઈએઃ ચંદનજી ઠાકોર

ઉનાળાના વેકેશનમાં યુવાનો દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કેટલીય જગ્યાએ કરવામાં આવતાં હોય છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે જાફરી યંગસ્ટર ગ્રુપ દ્વારા જાફરી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું શુભારંભ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું.

ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ખેલાડીઓને ટીમ સ્પ્રિટ સાથે કોઈ પણ સ્પર્ધા રમવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. તેમજ દરેક સ્પર્ધામાં એક જ ટીમ વિજેતા બનતી હોય છે ત્યારે સ્પર્ધામાં હાર જીત કરતા સ્પર્ધામાં ભાગ લેવો મહત્વનો છે, તેમ જણાવી યુવાનોને દરેક રમતમાં ઉત્સાહ ભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો.

ક્રિકેટ ટુર્નામેન્ટનાં શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમ ચારોલિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય વદુસિંહ ઠાકોર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રૂપસંગજી ઠાકોર, પ્રવીણજી ઠાકોર, સમસુ મલેક, વાઘરોલ ગામના સરપંચ હસન મુખી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...