આક્રમક રજૂઆત:અંબાજી નેળીયામાં દબાણનો મુદ્દો ગરમાતા પાલિકા સત્તાધીશો બેઠક છોડી ગયા

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા અંદાજે રૂ.1.62 કરોડના ખર્ચે રોડનું કામ શરૂ થશે

પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં પસાર થતા મુખ્ય રોડ ઉપર નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની તજવીજ હાથ ધરfતા અલગ-અલગ સોસાયટીઓના રહીશો દ્વારા પહેલા દબાણ હટાવાય અને તે પછી જ રોડ બનાવાય તેવી ફરી એકવાર આક્રમક રજૂઆત નગરપાલિકામાં કરી છે. બુધવારે રાત્રે યોજાયેલી બેઠકમાં પાલિકાના પદાધિકારીઓ ચાલુ બેઠક પૂરી થાય તે પહેલાં જતા રહ્યા હતા તેવું રહીશોએ જણાવ્યું હતું.

અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ 35 જેટલી સોસાયટીઓના ચેરમેન અને મંત્રીની બેઠક બુધવારે રાત્રે મળી હતી જેમાં રહીશોના આમંત્રણથી નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ, ભૂગર્ભ ગટર શાખા ચેરમેન જયેશભાઈ પટેલ તેમજ એન્જિનિયર ગિરીશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

તેઓ સમક્ષ રહીશો દ્વારા દબાણ હટાવવાનો મુદ્દો ઉઠાવાયો હતો.છેલ્લા દોઢ વર્ષથી આ પરિસ્થિતિ છે .નવીન રોડ હજુ એક દોઢ વર્ષ મોડો થશે તો ચાલશે પરંતુ પહેલા દબાણો હટાવવામાં આવે અને તે પછી જ રોડ બનાવવા દેવામાં આવે તેમ રહીશોએ જણાવ્યું હતું. પાલિકાના પદાધિકારીઓ ચાલુ બેઠક પૂરી થાય તે પહેલાં જતા રહ્યા હતા તેવું રહીશોએ જણાવ્યું હતું.

અમારી વાત ન સાંભળતા નિકળી જવું પડ્યું
જોકે આ અંગે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા 1.62 કરોડના ખર્ચે રોડ બનાવવાનું આયોજન કરાયું છે ટૂંકમાં તેનો વર્ક ઓર્ડર આપવામાં આવશે .રોડમાં નડતરરૂપ ઓટલા ઢાળ શેડ વગેરે દૂર કરાશે અંડરગ્રાઉન્ડ વીજળીકરણ ચાલુ કામગીરીમાં કરી દેવાશ ત્રણ ડીપી ખસેડવામાં આવશે તેમજ બે-ત્રણ નડતરરૂપ ઝાડ દૂર કરવામાં આવશે.રોડના એજન્ડાની બેઠકમાં દબાણો ની ચર્ચા શરૂ થઈ હતી અને તેમાં ઓજી વિસ્તારનો નકશો ન આવે ત્યાં સુધી કાર્યવાહી ન થઈ શકે તે હકીકત સમજાવી હતી પણ કંઈ વાત ન સાભળતા અમે નિકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...