બેઠક:યુનિવર્સિટીના કન્વેશન હોલ કૌભાંડનો તપાસ રિપોર્ટ આજે કારોબારીમાં મુકાશે

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બાંધકામ વિભાગની બેઠકમાં લેન્ડલાઈન ફોનનું ટેન્ડર મંજુર

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મંગળવારે કારોબારી બેઠકનું આયોજન કરાયું હોય તે પૂર્વે સોમવારે બાંધકામ વિભાગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના લેન્ડ લાઇન ટેલિફોનનું ટેન્ડર મંજૂર કરવા સહિતના વિવિધ બિલો મંજુર કરવામાં આવ્યા હતા. યોજાનાર કારોબારી બેઠકમાં પૂર્વ કુલપતિ ડૉ. એચ.એન. દ્વારા તૈયાર કરવામાં આવેલા કન્વેન્શન હોલ કૌભાંડનો તપાસ રિપોર્ટ મુકાનાર છે જે અંગે કારોબારી કમીટી નિર્ણય લેશે.

યુનિવર્સિટીમાં સોમવારે બાંધકામ વિભાગની કુલપતિ જે.જે વોરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવેલા વિવિધ ખર્ચના બીલો મંજુર કરવા સહિત વહીવટી ભવન સહિત વિભાગોમાં લગાવવામાં આવેલા લેન્ડ લાઈન ફોનના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યો હતો. બેઠકમાં રજિસ્ટ્રાર ડૉ. ડી.એમ. પટેલ, સભ્ય શૈલેષ પટેલ, સ્નેહલ પટેલ બાંધકામ એન્જિનિયર વિપુલ સાંડેસરા સહિતના સભ્યોએ હાજર રહ્યા હતા.

યુનિના કન્વેનશન હોલમાં કરોડો રૂપિયાના વધુ બિલ ચુકવણું મામલે એન્જિનિયરને દોષિત ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવતા તેઓ કોર્ટમાં જતા મામલો અટવાયો હતો. જે મામલે કોર્ટે તપાસ પૂર્ણ કરવા સૂચના યુનિ દ્વારા નિયુક્ત સિધ્ધપુર ગ્લોબલ યુનિના પૂર્વ કુલપતિ ડૉ. એચ.એન. ખેર દ્વારા કૌભાંડ મામલે તપાસ રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવેલ છે. જે તપાસ રિપોર્ટ આજે કારોબારી બેઠકમાં રજૂ કરી કારોબારી સભ્ય આ અંગે નિર્ણય લઈ કોર્ટને જાણ કરશે તેવું યુનિના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...