• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Internal Turnover Of 6 Employees Of Patan Municipality Was Changed And Additional Charge Was Removed From The Original Duty

આંતરિક ફેર બદલી:પાટણ નગરપાલિકાના 6 કર્મચારીઓની આંતરિક ફેર બદલી કરી મૂળ ફરજ કરતાં વધારાનાં ચાર્જનો ભાર નંખાયો

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક એક કર્મચારી માથે 4થી 5 ટેબલોનો કાર્યભાર

પાટણ નગરપાલિકાનાં 6 અધિકારી કર્મચારીઓની આંતરિક ફેર બદલ કરાઇ છે. વહિવટી સરળતા ખાતર કરાયેલી આ બદલીઓ ચર્ચાનો વિષય બની હતી. પાટણ પાલિકાનાં ઢોર ડબ્બા, ઇબાલાગત, સ્વચ્છતા શાખા અને દુકાનભાડા ચાર ચાર ટેબલોનો ચાર્જ એક સાથે સંભાળતા કલાર્ક જયેશભાઇ પંડ્યાને ઘીવટા, રેલવે અને સાલવીવાડા વોર્ડનાં સેનેટરી ઇન્સ્પેક્ટરની કામગીરી તથા સ્વચ્છતા શાખાની ઓફીસ અને બાગ-બગીચા ટેબલની કામગીરી સંભાળવાની રહેશે.

મુકેશ રાવલ કે જે હાલ ઘીવટો અને રેલવે વોર્ડ ઇન્સ્પેક્ટરનો ચાર્જ સંભાળી રહ્યા છે. તેઓને ઉપરોક્ત બે વોર્ડ ઉપરાંત રાજકાવાડા, નાગરવાડા, ગાયત્રીમંદિર અને હાઇવે વોર્ડનાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો ચાર્જ સોંપાયો છે. ગાયત્રી અને હાઇવે વોર્ડનાં ઇન્સ્પેક્ટર મુનાફ શેખને આ બે વોર્ડ ઉપરાંત ઇ.બા. લાગત ટેબલ કલાર્કનું ટેબલ સંભાળવાનું સોંપાયું છે.

રજનીભાઈ મોદી બાંધકામ શાખા કલાર્કને આ જવાબદારી ઉપરાંત દુકાનભાડાની કામગીરીનું ટેબલ સોંપાયું છે. નાગરવાડા-રાજકાવાડા વોર્ડ ઇન્સ્પેક્ટર ભરત પટેલને આ બે વોર્ડ ઉપરાંત ઢોર ડબ્બાનો ચાર્જ પણ સોંપાયો છે. તથા બાંધકામ શાખાનાં કલાર્ક અમરીશભાઇ રામીને તેમનો આ ચાર્જ ઉપરાંત લીગલ શાખાની કામગીરીનો ચાર્જ પણ સોંપાયો છે.

પાટણ નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ લગભગ ઘટી જતાં મહત્વનાં ટેબલોની કામગીરી એપ્રેન્ટિસ કે આઉટ સોર્સીંગ કર્મચારીઓને સોપવી હિતાવહ ન હોવાથી હાલમાં ફરજ બજાવી રહેલા કાયમી અધિકારી કે કર્મચારીઓનાં માથે તેમનાં મૂળ ચાર્જની ફરજ ઉપરાંત અન્ય કામગીરી ચાર્જનું કાર્ય ભારણ નાંખીને કામ ચલાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...