કાર્યવાહી:સાંતલપુરના પીપરાળામાં હુમલામાં ઈજાગ્રસ્તનો હાથ કાપવો પડ્યો

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠપકો આપવા બાબતે પરિવાર પર ટોળાએ હુમલો કરતાં 4 ને ઈજા થઈ હતી

સાંતલપુર તાલુકાના પીપરાળામાં ગત દિવસો દરમ્યાન ઘરની બાજુમાં બેસી અપશબ્દો નહિ બોલવાનો ઠપકો આપતાં ટોળા દ્વારા દલિત પરિવાર પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર સભ્યો ઇજા થઈ હતી. વધુ ઇજાગ્રસ્ત પોપટભાઈને અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે પરિવારના તુલસીભાઈ દ્વારા 11 સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

હુમલામાં વધુ ઇજાગ્રસ્ત પોપટભાઈને અમદાવાદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ઇજાઓ વધુ ગંભીર રહેતા પોપટભાઈના હાથમાં હલનચલન બંધ થઈ જવા પામ્યું હતું અને હાથનું ઇફેક્શન અન્ય શરીરના અન્ય ભાગમાં ન પહોંચે તે માટે ના છૂટકે હાથ કાપવાની નોબત આવી હતી.

હુમલામાં થયેલ ઇજાઓને કારણે હાથ કાપવો પડતા પરિવારજનોમાં પણ આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી. પોપટભાઈ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરાર આરોપીઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...