દહેજની માગણી:ધંધા માટે 1 લાખ માંગી સાસરિયાંએ ઉંટવાડાની પરિણીતાને ત્રાસ આપ્યો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિ સહિત સાસરિયાંના 6 સભ્યો સામે ફરિયાદ

સરસ્વતી તાલુકાના ઉંટવાડા ગામે એક પરિણીતાને તેના પતિ તેમજ અન્ય પરિવારજનો દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી એક લાખના દહેજની માગણી કરતા છ શખ્સો સામે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઉપેરા ગામના નટુભાઈ બબાભાઇ પરમાર ની દીકરી આશાબેન ના લગ્ન ઉંટવાડા ગામે પરમાર નરેશભાઈ ભીખાભાઈ સાથે થયા હતા.

થોડા સમયના લગ્નજીવન પછી દહેજ અને શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું. જેમાં અવાર નવાર મારઝૂડ કરવામાં આવતી હતી. ગત 9 ડીસેમ્બર ના રોજ આશાબેનને તેના પતિ નરેશ પરમારે ગડદાપાટુનો મારમારી તેના ધંધા માટે પિયરમાંથી રૂપિયા એક લાખ લાવી આપવા પડશે તેવી દહેજની માંગણી કરી ત્રાસ આપતા આશાબેન પરમારે વાગડોદ પોલીસ સ્ટેશનમાં પતિ નરેશ પરમાર, સસરા ભીખાભાઈ ભાણાભાઈ, સાસુ દિવ્યાબેન, નણંદ રમીલાબેન, દિયર નટુભાઈ તેમજ મામા સસરા નટુભાઈ વાલાભાઇ પરમાર સામે દહેજ પ્રતિબંધક અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...