તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ધારપુર બેઠકના કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિનું ચૂંટણી પ્રચાર દરમિયાન એટેકથી મોત

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ તાલુકા પંચાયતની ધારપુર બેઠકના મહિલા ઉમેદવાર ના પતિ નું શુક્રવારે સાંજે ચૂંટણી પ્રચાર દરમિયાન હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. પાટણ તાલુકા પંચાયતની ધારપુર બેઠક પર કોંગ્રેસે હાજીપુર ગામના સવિતાબેન ગંભીરજી ઠાકોરની ઉમેદવાર તરીકે પસંદગી કરી હોવાથી શુક્રવારે સાંજે સવિતાબેનના પતિ ગંભીરજી ધુડાજી ઠાકોર ચૂંટણી પ્રચાર માટે તેમના સમર્થકો સાથે ધારપુર ગામે ગયા હતા તે વખતે અચાનક તેમની તબિયત લથડતા તેમને ગભરામણ થવા લાગી હતી. તાત્કાલિક સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા પરંતુ તેમનું મોત થયું હતું. બાદમાં શનિવારે ધારપુર બેઠક પર સવિતાબેન ગંભીરજી ઠાકોરનું ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો