ચાણસ્મા તાલુકાના કેસણી ગામની દીકરીને સુરેન્દ્રનગર જિલ્લાના સુરેલ ગામના વતની અને પાટણ ખાતે રહેતા સાસરીયા દ્વારા દહેજ મામલે શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી, પતિ અન્ય મહિલા સાથે ભાગી જઈ લગ્ન કરી લીધા હોવાની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ચાણસ્મા તાલુકાના કેસણી ગામના હસમુખભાઈ વિશ્વનાથ ઠાકરની દીકરી જીજ્ઞાબેનના લગ્ન 23 ફેબ્રુઆરી 2021ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સુરેલ ગામના વતની અને પાટણ ખાતે રહેતા ગીરીશકુમાર લક્ષ્મીશંકર જોશી સાથે થયા હતા.પરંતુ લગ્નના એક માસ પછી પતિ ઉપરાંત સાસુ કૈલાસબેન અને નણંદ સોનલબેન કામકાજ બાબતે વાંધા વચકા પાડી તારા બાપે શું કરિયાવર આપ્યું છે કેમ કહીં શારીરિક-માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો અને 6 મહિના પહેલાં ઘરમાંથી કાઢી મૂકતા પિતાના ઘરે રહેતી હતી.
આ ત્રણેય જણા કેસણી ગામ આવીને છૂટાછેડા લેવા માટે દબાણ કરી લગ્નનો સરસામાન તેમના ઘરે ફંેકી ગયા હતા. દરમિયાન પતિ ગિરીશ જોશી મહેસાણા જિલ્લાના અંબાસણ ગામની શિવાની અશોકકુમાર પટેલ સાથે 18 જાન્યુઆરીના રોજ ઘરેથી ભાગી ગયા હતા અને ગાંધીનગર મુકામે લગ્ન કરી લીધા હતા તેવી જાણકારી મળતા સમાજના લોકોએ સમજાવવા છતાં તેઓ માન્યા ન હતા અને અને પત્ની જીજ્ઞાબેનને ન તેડી જતાં જીજ્ઞાબેન દ્વારા ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં પતિ,સાસુ અને નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર ડી મકવાણા તપાસ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.