તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:પાટણ હિન્દુ સ્મશાનભૂમિમાં શુક્રવારે સૌથી વધુ 21 અંતિમ સંસ્કાર થયા

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાટણમાં હિન્દુ સ્મશાન ગૃહ નિયમિત રીતે સેનેટરાઈઝેશન કરાય છે. - Divya Bhaskar
પાટણમાં હિન્દુ સ્મશાન ગૃહ નિયમિત રીતે સેનેટરાઈઝેશન કરાય છે.
 • બે મહિનામાં 200 મૃતદેહ આવ્યા, જેમાં 85 કોરોના પ્રોટોકોલ વાળા

પાટણ શહેરમાં હિન્દુ સ્મશાન ભૂમિ છેલ્લા એક મહિનાથી રાત દિવસ સતત જીવંત રહી છે. શહેરમાં લોકોના મોત ટપોટપ કોરોના તેમજ તેની અસરથી થઈ રહ્યા છે ત્યારે શુક્રવારે દિવસ અને રાત મળી 21 મૃતકોના અંતિમ સંસ્કાર થયા હતા. આ સ્મશાન ભૂમિ પર એપ્રિલ માસમાં 85 એટલે કે મોટાભાગનાં મૃતદેહ કોરોના પ્રોટોકોલ વાળા આવ્યા હતા. આટલો બધો ધસારો પહેલીવાર થઈ રહ્યો છે અને રાત્રે બે વાગ્યે પણ લોકો તેમના સ્વજનોના અંતિમવિધિ કરવા આવી રહ્યા છે તેવું સંબંધિત સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં હિન્દુ સ્મશાન ભૂમિમાં શુક્રવારે સ્ત્રીઓ અને પુરુષો મળી 21 મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા હતા . સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ અને એપ્રિલમાં બે મહિનામાં 210 જેટલા મૃતદેહની અંતિમ વિધિ થઈ છે.જેમાં 85 જેટલા અંતિમવિધિ કોરોના પ્રોટોકોલ વાળા થયા છે. રોજના સરેરાશ 10 થી 12 મૃતદેહ આવી રહ્યા છે.

એપ્રિલમાં 3 પાવતી બુક ભરાઈ
સંસ્થા દ્વારા પાવતી બુક મારફતે નોંધણી થાય છે જેમાં 50 પાવતીની એક બુક હોય છે. એપ્રિલમાં 149 પાવતી લખાઈ હતી જેમાં 85 જેટલા કોરોના હોવાની નોંધ કરી હતી. ફેબ્રુઆરી અને માર્ચમાં એક પાવતી બુક પૂરી થઈ હતી જેમાં કોરોના મોત એક પણ નહતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો