તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:પાટણમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાને લઈ પોલીસે રૂટનું રિહર્સલ કર્યું

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ કાફલાએ નિરીક્ષણ કર્યું
  • સૌપ્રથમ વખત જગન્નાથ ભગવાનને ફુવારાથી અભિષેક કરવામાં આવ્યો

પાટણ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાને અનુલક્ષીને સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવામાં આવી છે જે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આજે રથયાત્રાને લઈને પોલીસે રૂટનું કર્યું રિહર્સલ કર્યું હતું. જેમાં ડી વાય એસ પી, પીઆઇ પીએસ આઈ કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ કાફલાના વાહનો રૂટ નું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે આજે શહેરના જગદીશ મંદિર ખાર્ત ભગવાન જગન્નાથનો સોળ દ્રવ્યો દ્વારા મહાઅભિષેક કરવામાં આવ્યો હતો તેમજ સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથ ફુવરાના અવરીત પ્રવાહથી અભિષેક કરાવવામાં આવ્યો હતો.

ડી.વાય.એસ.પી.ની આગેવાની હેઠળ રથયાત્રાના માર્ગો પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી, સહિતનો પોલીસ કાફલો અને વાહનો જોડાયો હતો. તો રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય અને રથયાત્રામાં લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે શહેરના આઠ જેટલા મુખ્ય રસ્તાઓ બપોરે 12થી રાતના 8 સુધી સંપૂર્ણપણે બ્લોક કરવામાં આવશે.

પાટણ શહેર માં ભગવાન જગન્નાથજીની 139 મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને સરકારની કોરોના ગાઇડલાઇન નિર્વિઘ્ને સંપન્ન બને તે માટે 300થી વધુ પોલીસ રથયાત્રાનાં માર્ગો ઉપર તૈનાત કરવામાં આવનાર હોવાનુ તેઓએ જણાવ્યું હતુ.

પાટણ જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથનો મહાઅભિષેક યોજાયો
પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા અંતર્ગત રવિવારના રોજ શહેરના જગદીશ મંદિર ખાર્ત ભગવાન જગન્નાથનો સોળ દ્રવ્યો દ્વારા મહાઅભિષેક કરવામાં આવ્યો હતો તેમજ સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથ ફુવરાના અવરીત પ્રવાહથી અભિષેક કરાવવામાં આવ્યો હતો.

ભૂદેવોના વૈદિક મંત્રોચારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી ભગવાનના અભિષેકના દર્શનનો લાભ લીધો હતો. પાટણ શહેરમાં નીકળનારી જગતના નાથ શ્રી જગન્નાથ ભગવાનની 139મી રથયાત્રાને લઈ ભકતજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર શહેરને 5 કમાનોથી સજાવવામાં આવ્યું છે. ત્યારે રથયાત્રાના એક દિવસ પૂર્વે ભગવાન જગન્નાથના મંદિર પરિસર ખાતે મહાઅભિષેક પૂજન-અર્ચન યોજાયું હતું. જેમાં પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સોળ દ્રવ્યો જેમાં દૂધ દહી જળ મધ નાળિયેરનું પાણી વગેરે દ્વારા ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.

આ અભિષેક પૂજન-અર્ચન યજમાન તરીકે મહેન્દ્ર ભાઈ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે સૌ પ્રથમ વખત ભગવાનની મહાઅભિષેક પૂજા સમય ભગવાન જગન્નાથ ફુવારાના અવરીત પ્રવાહથી યજમાન મહેન્દ્રભાઈ પટેલ દ્વારા ભગવાન જગન્નાથનો અભિષેક કરાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...