ખેડૂતોને ખેતી ખર્ચ સામે આર્થિક રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દર વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરે છે, ત્યારે ચાલુ વર્ષ 2022-23માં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતોએ તા.25.09.2022 થી તા.10.11.2022ના સમયગાળા દરમિયાન પાકનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ તથા અડદ પાક માટે ટેકાનાં ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર મગફળી પાક માટે કવિન્ટલ દિઠ ₹5850-/ એટલે કે મણ (20 કિલો)ના લઘુતમ ટેકાનાં ભાવ ₹ 1170/- તથા મગ પાક માટે કિવન્ટલ દીઠ 7755/- એટલે મણ (20 કિલો) ના લઘુતમ ટેકાનાં ભાવ ₹1551/- તથા અડદ પાક માટે કિવન્ટલ દીઠ ₹6600/- એટલે મણ (20 કિલો ) ના લઘુત્તમ ટેકાનાં ભાવ ₹ 1320 નિયત કરવામાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં લઘુત્તમ ટેકાનાં ભાવ માટે ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વી.સી.ઇ.મારફતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. તા.25/09/2022 થી તા. 10/11/2022 દરમ્યાન ખેડૂતો પાકના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. તેથી ત્વરિતપણે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી લેવી.
ઓનલાઈન નોંધણી કરવા માટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.