નિર્ણય:દેશી ગાયના નિભાવ કરવા માટે સરકાર દ્વારા પ્રતિમાસે રૂ.900 સહાય ચૂકવાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 મે થી 27 મે સુધી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે

ખેડૂતોની સાથે સાથે પશુપાલકોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચ અર્થે પ્રતિમાસ રૂ.900ની સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.દેશી ગાય અને 1 એકર જમીન ધરાવતા ખેડૂતો તા.13 થી તા.27 મે સુધી ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. આ યોજના હેઠળ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.10,800ની વાર્ષિક મર્યાદામાં પ્રતિમાસ રૂ.900ની સહાય ચૂકવવામાં આવે છે.

આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ અરજીમાં સહી કરી અરજી, 8-અની નકલ, સંયુક્ત ખાતેદારનું સંમતિ પત્રક, બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક સહિત દિન-7માં તાલુકાના બી.ટી.એમ, એ.ટી.એમ. કે ગ્રામ સેવકને તેમજ જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા કચેરી, પાટણને રજૂ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...