પાટણના જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની અમદાવાદ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં વિદાય અને જિલ્લાની સેવા બદલ સનમાન કરવા તેમજ નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી તથા નવીન જિલ્લા પોલીસ અધિક્ષક વિજ્ય પટેલને આવકાર આપવા પાટણ શહેરની તમામ શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને સત્કાર અને સનમાન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદાય લેતા રમેશ મેરજા ભાવુક બની જણાવ્યું હતું કે ઐતિહાસિક જિલ્લામાં ફરજ બજાવી તે સૌભાગ્ય સમાન કર્મચારી અને સંસ્થાઓનો અકલ્પનીય સહયોગ જીવન ભર સ્મરણ રહેશે.
પાટણ એપીએમસી હોલમાં ગુરુવારે કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેકટરે જણાવ્યું હતું અઘિકારી મેરજાના સહજ અને સાલસ સ્વભાવના કારણે નાગરિકો સીધા જ તેમના સંપર્કમાં આવી પોતાની સમસ્યાઓ જણાવી શકતા હતા. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, પાટણ જિલ્લામાં ફરજ બજાવવાનો અવસર મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. અહીં જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ બાદ પ્રથમવાર અનુભવ થયો કે માત્ર વહિવટી તંત્રના પ્રયાસો પૂરતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.