વિવાદ:સગાઈ તોડી દેવાતાં યુવતીના પિતરાઈ ભાઈને મારમાર્યો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાકોશીમાં લગ્ન પ્રસગે આવેલા ડીસાના ભોયણ ગામના યુવક પર માલણના બે શખ્સોનો હુમલો

પાલનપુર તાલુકાના માલણ ગામના યુવકની સગાઈ ડીસા તાલુકાના ભોયણ ગામે થઈ હતી જે તૂટી જતા તેની અદાવત રાખી યુવતીના પિતરાઈ ભાઈ સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે લગ્ન પ્રસંગે મળી જતા તેના ઉપર બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ડીસા તાલુકાના ભોયણ ગામના ભાવેશકુમાર કેસરભાઈ તીરગર 9 જૂનના રોજ સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે લગ્ન પ્રસંગે આવેલા હતા.

આ સમયે પાલનપુર તાલુકાના માલણ ગામના હાર્દિક રણછોડભાઈ પઢીયાર પણ લગ્ન પ્રસંગમાં આવેલ હતો. હાર્દિકની સગાઈ અગાઉ ભાવેશ તીરગરના કાકાની દીકરી સાથે થઈ હતી. પરંતુ તે તૂટી ગઈ હતી તેની અદાવત રાખી કાકોશી ગામે બેલીમવાસના નાકે ભેગા મળી જતાં હાર્દિક પઢીયાર અને તેની સાથેનાં દિપક વીરાભાઈ સોલંકીએ સગાઈ તૂટવાની અદાવત રાખી ભાવેશને ફેટો,લાકડીથી મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે કાકોશી પોલીસમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...