વિધાનસભાની ચૂંટણી:પાટણના કતપુર ખાતે આવેલા મત ગણતરી કેન્દ્રની જનરલ ઓબ્ઝર્વરે મુલાકાત લઈ ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જે મુજબ પાટણમાં બીજા તબક્કામાં તા. 5.12.2022 ના રોજ મતદાન થવાનું છે, અને તા.8.12.2022 ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ત્યારે પાટણના કતપુર ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્ર નક્કી કરવામાં આવ્યું છે. આ મતગણતરી કેન્દ્ર પર કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે એ માટે પાટણ આવેલા જનરલ ઓબ્ઝર્વર્સ ભાસ્કર કટામનેની અને પબ્રિતા રામ ખૌંડે મતગણતરી કેન્દ્રની તેમજ કંટ્રોલરૂમની મુલાકાત કરી હતી.

ચાર વિધાનસભા દીઠ ચાર કાઉન્ટિંગ હોલ અને ચાર સ્ટ્રોંગ રૂમ
પાટણમાં આવેલ જનરલ ઓબ્ઝર્વર ભાસ્કર કટામનેની અને પબ્રિતા રામ ખૌંડે મતદાન થયા પછી ઇવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે તેની મુલાકાત લીધી હતી. તેમજ મતગણતરી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. પાટણ જિલ્લાની ચાર વિધાનસભા દીઠ કુલ ચાર કાઉન્ટિંગ હોલ અને ચાર સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે, આ ચારેય સ્ટ્રોંગ રૂમની બહાર સીસીટીવી કેમેરાની શું વ્યવસ્થા કરવામાં આવી છે, કંટ્રોલરૂમના સુપરવિઝન માટે પણ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, વગેરે બાબતોનું જનરલ ઓબ્ઝર્વેરઓએ ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું. મતગણતરી કેન્દ્ર પર મીડિયા સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે જેની શું તૈયારીઓ કરવામાં આવી છે, તેની વિગતો પણ જનરલ ઓબ્ઝર્વરોએ મેળવી હતી. સુરક્ષા માટેની પોલીસતંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે તે વિશે પણ જનરલ ઓબ્ઝર્વરઓએ વિગતો મેળવી હતી અને જરુરી સૂચનો કર્યા હતાં.

કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો
તા.8.12.2022ના રોજ મત ગણતરી થવાની છે તેથી મત ગણતરી કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. જિલ્લામાં પધારેલા જનરલ ઓબ્ઝર્વર ભાસ્કર કટામનેની અને પબ્રિતા રામ ખૌડે મત ગણતરી કેન્દ્રની તેમજ કંટ્રોલરૂમની મુલાકાત લઈને મત ગણતરીના દિવસે કરવામાં આવનાર વ્યવસ્થા અંગે ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું. મત ગણતરીના દિવસે કેન્દ્ર પર ઉમેદવારો તેમજ તેમના સમર્થકો માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે શું પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી જનરલ ઓબ્ઝર્વેરે સંલગ્ન નોડલ અધિકારીઓ પાસેથી મેળવી હતી. માહિતી મેળવ્યા બાદ જનરલ ઓબ્ઝર્વરઓએ કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
પાટણની કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવેલા મત ગણતરી કેન્દ્ર પર જનરલ ઓબ્ઝર્વર ભાસ્કર કટામનેની અને પબ્રિતા રામ ખૌંડની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ નિનામા, નોડલ અધિકારી ઇવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ અક્ષય પારગી, કાર્યપાલક ઇજનેર દિલીપસિંહ રાઠોડ, તેમજ સંલગ્ન નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...