પ્રાચીન પાટણનો પ્રવેશ દ્વાર ગણાતા શહેરના મધ્ય ભાગમાં ઉભેલા ઐતિહાસિક બગવાડા દરવાજો છેલ્લા બે વર્ષથી જર્જરિત હાલતમાં ઉભો છે.તેની ઉપર ચડવાની સીડીઓના પગથિયાં પણ તૂટી જવા પામ્યાં છે. દરવાજાના ચણતરમાં તિરાડ પડતાં જર્જરિત અવસ્થામાં દેખાઈ રહ્યો છે.દિનપ્રતિદિન તેની શોભા ઝાંખી પડી રહી હોય તેની જાળવણી કરવામાં પુરાતત્વ વિભાગ ઉદાસીનતા દાખવા શહેરની શોભા સમાન દરવાજો હાલમાં અશોભનીય લાગી રહ્યો છે.દરવાજો પૌરાણિક પાટણનો વારસો હોય જાળવણી માટે પાલિકા કે પુરાતત્વ વિભાગ આ મામલે કાર્યવાહી કરે તો પાટણનો વારસો જળવાશે તેવી લોકમાંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.