ફરિયાદ:જુગારીયા પતિએ 10 લાખ દહેજ માંગી માર મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણની પરિણીતાની મહિલા પોલીસ મથકે પતિ સામે ફરિયાદ

પાટણમાં પતિને જુગારમાં રમવાની ટેવ હોય તેઓ જુગારમાં પૈસા હારી જતા પત્ની પાસે દહેજ પેટે રૂ.10 લાખની માગણી કરી મારઝૂડ કરી ઘરેથી કાઢી મૂકતાં પાટણ મહિલા પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પાટણ શહેરમાં રાજમણી સોસાયટીમાં રહેતા જીગીશાબેન અપૂર્વભાઈ પટેલ( ઉં.વ.42)ના 19 વર્ષના લગ્ન જીવન દરમિયાન એક 16 વર્ષની દીકરી છે.અપૂર્વભાઈ પટેલને જુગાર રમવાની આદત હોય જુગારમાં પૈસા હારી ગયા બાદ પૈસાની માગણી કરી ઝઘડો કરતા હતા.

તાજેતરમાં તેમના દિયર જુગારમાં પૈસા હારી જતાં પૈસા તેમના પતિએ અન્ય વ્યક્તિ પાસેથી લાવીને ભર્યા હોય તે બાબત અવારનવાર દહેજ પેટે રૂ.10 લાખ માંગી કહ્યું કે પૈસા ન લાવવા હોય તો ઘરમાંથી નીકળી જા તેમ કહીં ગડદાપાટુનું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સોમવારે સવારે દીકરીએ પેટ્રોલ પુરાવવા પિતા પાસે પૈસા માગતાં તેઓ ઉશ્કેરાઇ જઈ દિકરીની માતાનું ગળું દબાવી કહ્યું કે દહેજમાં કંઈ લાવી નથી કહીં ધક્કો મારી દરવાજાની બાર ફેંકી દઈ માર માર્યો હતો.

મહિલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુમાં રહેતા પાડોશીઓ દોડી આવી મહિલાને વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ અંગે મહિલાએ પાટણ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પતિ અપૂર્વભાઈ રસિકલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...