તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે.
CM રૂપાણીએ હરિયાળી ક્રાંતિ સાકાર કરવાની નેમ વ્યકત કરી
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલવાનું છે ત્યારે હરેક નાગરિક, યુવાનો સૌ કોઇ અઠવાડિયામાં બે દિવસ શ્રમ યક્ષથી અભિયાનમાં જોડાય તેમણે સાધન અને શ્રમના ઉપયોગથી જળસ્ત્રોતોના નવસર્જન દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવી ખેતીવાડી, પશુપંખી અને માનવ વસ્તીને પૂરતું પાણી પુરૂં પાડી વાસ્તવમાં હરિયાળી ક્રાંતિ સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી.
છેલ્લા ત્રણ વર્ષથી જળસંચય અભિયાનમાં 42 હજાર લાખ ઘનફૂટ જેટલા જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો
મુખ્યમંત્રીએ ચોમાસા પૂર્વે આ અભિયાનમાં પાડેલો પરિશ્રમનો પરસેવો ચોમાસા પછી જળ સમૃદ્ધિથી વિકાસના પારસમણિ રૂપે ઉગી નીકળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, રાજ્યના દરેક ખેડૂતના કલ્યાણ માટે ચિંતીત રાજ્ય સરકારે છેવાડાના ખેડૂતની સુખાકારી માટેનું આયોજન કર્યુ છે. છેલ્લા ત્રણ વર્ષથી જળસંચય અભિયાનમાં 42 હજાર લાખ ઘનફૂટ જેટલા જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.
વિજય રૂપાણીએ આ વર્ષે સુજલામ સુફલામ અભિયાનના ચોથા ચરણમાં સમગ્ર રાજ્યમાં 18 હજાર 582 જેટલા કામો જનભાગીદારીથી હાથ ધરી 20 હજાર લાખ ઘનફૂટ વધારાની જળસંગ્રહ ક્ષમતા ઊભી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેની વિશદ ભૂમિકા આપી હતી.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, કાંસની સાફસફાઇ દ્વારા નદીઓ પૂન: જિવીત કરી રાજ્યમાં હરિયાળી ક્રાંતિ લાવવાની દિશામાં સરકારના પ્રયત્નો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતુ.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.