ધમકી:લણવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકને મારનારા ચાર પોલીસમાં હાજર થયા

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યસન છોડવા આવેલ મોરબીના ટંકારાના યુવકને સંચાલક સહિત ચાર શખ્સોએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ચાણસ્મા તાલુકાના લણવામાં નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રમાં વ્યસન છોડવા માટે આવેલા મોરબીના ટંકારાના યુવકને સંચાલક સહિત ચાર શખ્સોએ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ચારેય શખ્સોને નોટિસ આપી હાજર કરી તેમની પૂછપરછ કરી હતી.

લણવામાં પરિવર્તન ફાઉન્ડેશન સંચાલિત નવજીવન વ્યસન મુક્તિ કેન્દ્રમાં દારૂનું વ્યસન છોડાવવા માટે આવેલા મોરબીના ટંકારા ના રાકેશભાઈ કરશનભાઈ સોલંકીને 7 માર્ચના રોજ સવારે લણવા ગામના સંકેતભાઈ પટેલે પ્લાસ્ટિકની પાઇપથી સાથળના પાછળના ભાગે તેમજ જમણા હાથ ઉપર પાઇપથી ફટકા માર્યા હતા.

જ્યારે લણવાના નરેશભાઈ પટેલ આનંદભાઈ પટેલ અને ગોવિંદભાઈ પટેલે આ બાબતની ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી અપશબ્દો બોલી હેરાન પરેશાન કર્યા હોવાની ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ અધિકારી તપાસ અધિકારી રાધનપુર ડીવાયએસપી ડી ડી ચૌધરીએ નરેશ પટેલ આનંદ પટેલ સંકેત પટેલ અને ગોવિંદ પટેલને નોટિસ આપી હાજર કર્યા હતા તેવું તપાસ અધિકારી રાધનપુર ડીવાયએસપી એ જણાવ્યું હતું.

સંસ્થામાં કાઉન્સેલિંગ કરી વ્યસન છોડાવવા પ્રયાસ થતો
સંસ્થાના નિતી નિયમો મુજબ રાકેશ સોલંકી સંસ્થામાં રહેતો હતો અને સવારે પાંચ વાગે ઉઠીને નાહી ધોઇને પ્રાર્થના કરીને ચા પાણી કરી ચાલવાનું અને ત્યારબાદ કસરત કરી ત્યારબાદ ભજનમાં બેસવાનું અને ત્યારબાદ નાસ્તો કરવાનો અને ત્યારબાદ કાઉન્સેલિંગ કરાવી ત્યારબાદ બપોરનું જમવાનું અને જમીને ચાલવાનું અને ત્યારબાદ આરામ કરી ચારેક વાગે ફરીથી સાંજના છ વાગ્યા સુધી કાઉન્સેલીંગ ત્યારબાદ મનોરંજન માટે ટીવી જોવાનું અને ત્યારબાદ રાત્રી ભોજન કરીને અડધો કલાક જેટલું ચાલવાનું અને ત્યારપછી પ્રાર્થના કરી સુઇ જવાનું આ જ નિત્યક્રમ પ્રમાણે કામ કરવાનું હતું.

પાટણ નશા મુક્તિ કેસમાંબે સાક્ષીઓના કોર્ટમાં નિવેદન લેવાયા
પાટણના જયોના નશા મુક્તિ કેન્દ્રમાં સંચાલક સહિતના શખ્શો મોટીદાઉં ના હાર્દિક ને મારપીટ કરતા તેનું મોત થયું હતું આ મારપીટની ઘટના નજરે જોનાર બે સાક્ષીઓના ગુરુવારે પાટણ કોર્ટમાં નિવેદન લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...