સિધ્ધપુર તાલુકાના બીલીયા ગામના પૂર્વ સરપંચ દિલીપ પટેલને જેલની અંદર ધકેલવા આવ્યો છે. દિલીપ પટેલ નાણાકીય વ્યવહાર કર્યા બાદ લોકોને ચેક આપીને તે ચેક રિટર્ન થતા લેણદારોએ કોર્ટમાં ફરિયાદો દાખલ કરી હતી. જેની કોર્ટ કેસની મુદતોમાં દિલીપ પટેલ હાજર ન રહેતો હોય કોર્ટ દ્વારા તેની ધરપકડનો વોરંટ કાઢતા સિદ્ધપુર પોલીસે દિલીપ પટેલની ધરપકડ કરી જેલ મોકલ્યો છે.
સિધ્ધપુરના બીલીયા ગામના પૂર્વ સરપંચ દિલીપ પટેલ ઉપર ચેક રિટર્નના કેટલાક કેસ સિદ્ધપુર કોર્ટમાં ચાલતા હતા. પરંતુ દિલીપ પટેલ કોર્ટની મુદતોમાં સતત ગેરહાજર રહેતો હતો જેથી કોર્ટની કાર્યવાહી ગતિથી ચાલી ના શકે આખરે કોર્ટે દિલીપ પટેલને મુદતમાં હાજર કરવા માટે તેની ધરપકડનો વોરંટ ઈસ્યુ કર્યું હતું.
જેથી આ વોરંટને આધારે પોલીસે બાતમીને આધારે દિલીપ પટેલની પાટણ ખાતેથી ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ પોલીસે દિલીપ પટેલને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દિલીપ પટેલને સુજનીપુર જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. પોલીસે તેનો કબજો સુજનીપુર જેલ ખાતે સોંપી દીધો હતો.
સિદ્ધપુર પીઆઇ જીગ્નેશ આચાર્યને જણાવ્યું હતું કે, દિલીપ પટેલ વિરુદ્ધ સિધ્ધપુર પોલીસ મથકમાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. પરંતુ કોર્ટની મુદતોમાં હાજર ન રહેતા હોવાના કારણે કોર્ટે વોરંટ કાઢતા અમારી પોલીસે કામગીરી કરી તેને પકડી કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે અને કોર્ટના આદેશ મુજબ સુજનીપુર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.