મેળાનો અંતિમ દિવસ:પાટણમાં ભગવાન પદ્મનાભજીનાં સપ્ત રાત્રી મેળાનાં અંતિમ દિવસે ગોપેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવવામાં આવી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળાનાં દર્શન કરી રાજકીય, સામાજિક અને આર્મી જવાને ધન્યતા અનુભવી

પાટણ શહેરના વિશ્વ પ્રસિદ્ધ પદ્મનાભ ભગવાનજીના સપ્ત રાત્રી રેવડિયા મેળા સરકારની ગાઈડલાઈન મુજબ સાદગીપૂર્ણ રીતે પૂર્ણતા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે સપ્ત રાત્રી મેળાના છઠ્ઠા દિવસે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા પાટણના પનોતા પુત્ર અને પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પાટણ નાગરિક બેંકના ચેરમેન સુરેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ પ્રજાપતિ સમાજના યુવા આર્મીમેન સહિતના મહાનુભાવો એ ભગવાન પદ્મનાભજી સન્મુખ પુજા,અચૅના અને આરતી ઉતારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.

પદ્મનાભજી ભગવાનના સપ્ત રાત્રી મેળાના છઠ્ઠા દિવસે ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા બુકે,શાલ અને શાબ્દિક શબ્દોથી સ્વાગત કરી ભગવાન પદ્મનાભજીની પ્રસાદ સ્વરૂપે ગોળ અને તલમાંથી તૈયાર કરવામાં આવેલી રેવડી અર્પણ કરી પરમ કૃપાળુ પરમાત્મા પદ્મનાભજી ભગવાનના શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.

આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના પનોતા પુત્ર અને પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજી સપ્ત રાત્રી મેળાનાં આયોજનની સરાહના કરી મંદિર પરિસર સહિત પ્રજાપતિ સમાજના વિકાસ માં સહભાગી બનવાની તત્પરતા દર્શાવી પ્રજાપતિ સમાજ સાથે તેઓનો પરિવારનો નાતો રહ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે પાટણ નાગરિક બેંકના ચેરમેન સુરેશભાઈ પટેલ દ્વારા પણ પ્રજાપતિ સમાજની પરંપરા મુજબ યોજાતા ભગવાન પદ્મનાભજીનાં સપ્ત રાત્રી મેળાની આરતી તેમજ દશૅન પ્રસાદ લ્હોવો મેળવી ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.

ભગવાન પદ્મનાભજીનાં સાનિધ્યમાં મંદિર પરિસરના મહંતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચેની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડી પ્રજ્વલિત કરી નિજ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન પામતા જય હરિ હરિના ગગનભેદી નાદ વચ્ચે ભાવિક ભક્તોએ રવાડી જ્યોત ના દર્શન કરી મેળાનાં છઠ્ઠા દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.

પાટણ પ્રજાપતિ-સ્વામી પરિવારના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનાં સપ્ત રાત્રી મેળાના કારતક વદ પાંચમને બુધવારના અંતિમ અને પવિત્ર દિવસે પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલા ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે વર્ષોની પરંપરાનુસાર ચાલુ વર્ષે પણ પાટણ શહેરના જાણીતા ધર્મ પત્રકાર સ્વર્ગસ્થ મનસુખભાઈ સ્વામી પરિવાર દ્વારા મંદિર શિખર પર ધજા ચડાવવામાં આવી હતી.

ગોપેશ્વર મંદિર પરિસર ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ધજા દંડની પૂજા અર્ચના કરી હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે ધમૅ પત્રકાર સ્વર્ગસ્થ મનસુખભાઈ સ્વામીના પરિવારજનો એ મંદિર શિખર પર ધજા લહેરાવી ભગવાન શ્રી ગોપેશ્વર મહાદેવના શુભ આશીર્વાદ મેળવી સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...