આયોજન:પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં 20 જૂન સુધી વર્ષની પ્રથમ ગ્રામ સભાઓ યોજાશે

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી અપાશે

ગામડાઓના વિકાસ માટેની અનેકવિધ યોજનાઓના અમલીકરણ અને વહિવટમાં સરળતા થકી ગ્રામોદયની વિભાવના સાર્થક કરવા સમગ્ર પાટણ જિલ્લામાં તા.૦૬ થી તા.૨૦ જૂન સુધી વર્ષ ૨૦૨૨-૨૩ની પ્રથમ ગ્રામ સભાઓ યોજવામાં આવશે.

ગ્રામ્ય કક્ષાએ થતા વિકાસકાર્યો અને પંચાયતના સંચાલનમાં લોકભાગીદારી થકી સરળતા અને પારદર્શિતા આવે તે માટે રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા ગ્રામ સભાઓનું આયોજન કરવા અંગેની સુચના આપવામાં આવી છે. ગ્રામ સભાઓમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની પોષણલક્ષી સૂચકઆંકો વિષે વિસ્તૃત ચર્ચા, ૧૪માં અને ૧૫માં નાણાપંચ અંતર્ગત સોશ્યલ ઓડીટ થયેલા તમામ કામોની વિગત અને અન્ય માહિતી ગ્રામસભા સમક્ષ રજુ કરવામાં આવશે.

વધુમાં ૧૪માં અને ૧૫માં નાણાંપંચના કામો સાથે વિકાસશીલ તાલુકા, એ.ટી.વી.ટી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓની વિવેકાધીન ગ્રાન્ટ તથા ટ્રાયબલ સબપ્લાન જેવા અનુદાનમાંથી જરૂરી કામોનું આયોજન મંજુર કરાવવામાં આવશે. “જલ જીવન મિશન” કાર્યક્રમ હેઠળ નળ જોડાણની કામગીરી પૂર્ણ થયેલ ગામોમાં “નલ સે જલ” યોજનાની કામગીરી પૂર્ણ થયા બાબતની જાહેરાત કરી તેનો ઠરાવ કરવા ઉપરાંત ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગેની જાણકારી તથા સ્વામિત્વ યોજના અંગે કરવાની થતી કામગીરી સહિતની યોજનાઓની ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...